મોરબી તાલુકાના કોયલી ગામમાં ચાલતી જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા દિનેશભાઇ પુનાભાઇ ડાંગર,ગોવિંદભાઇ હરજીભાઇ પનારા,પરેશભાઇ દેવાભાઇ રાણીપા, શૈલેશભાઇ સવજીભાઇ ઘોડાસરા,પ્રભુભાઇ તળશીભાઇ બાવરવા, મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયાને ઝડપી લીધાં હતાં અને તેની પાસેથી રૂ 38,700 રોકડા સહિતનો મુદામાલ કબજે કરાયો હતો આં અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી
જ્યારે બીજા એક બનાવમાં મોરબીના લખધીરપુર રોડ પર આવેલા કોસ્મો સિરામીક સામે ખોડીયાર પાર પાસે જાહેરમાં ગંજી પતાનો હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પ્રકાશ વિનોદ દેલવાનીયા, અનિલ અજય ભાઈ મંદરિયા, ઘનશ્યામભાઈ ભગાભાઇ હડવદીયા, સાગર રમેશ હળવદીયાને જુગાર રમતાં ઝડપી લીધાં હતાં અને તેની પાસેથી રૂ 5150રોકડા અને જુગાર સાહિત્ય જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

