મોરબીમાં આજથી ૮ મહિના પહેલા ઘટેલી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં 136 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને જે ઘટનામાં જે તે સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુલાકાત લીધી હતી અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો શ્રધ્ધાજલી આપી ન્યાય અપાવશે તેવી ખાતરી આપી હતી તો જે તે સમયે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લઇ પીડીતોના પરિવારને આશ્વાસન આપ્યું હતું કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને ઝડપથી આરોપીઓને જેલના હવાલે કરવામાં આવશે.
જોકે આ આશ્વાસન માત્ર આશ્વાસન જ રહ્યું હોય તેમ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવાના બદલે રેગ્યુલર કોર્ટમાં ચાલી રહ્યા છે.આટલું ઓછું હોય તેમ મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરવાની અરજીની સુનાવણીમાં સરકારના જ વકીલો કોર્ટમાં છ છ વખતથી હાજર રહેતા નથી અને મોરબી સેશન્સ કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર જાણી જોઈને છ વખતથી ગેરહાજર રહેતા હોઅના આક્ષેપ થયા હતા તેઓ તેમને હાજર રહેવા માટે પણ કોઈ નિર્દેશ અપાતા નથી પીડિત પરિવારોએ આ અંગે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ગૃહપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે અને અમારા સ્વજનોના હત્યારાઓને ઝડપથી સજા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને સરકારી વકીલ જાણી જોઈને વિલંબ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં કાનૂની વિવાદમાં આવ્યા બાદ રાજકોટના જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરાએ ઝુલતા પુલ દુર્ઘટનાના સ્પેશ્યલ પી.પી. પદેથી રાજીનામું આપતો કાયદા વિભાગને પત્ર લખ્યો છે અને કાયદા વિભાગ સમક્ષ પોતાનું રાજીનામું ધરી દીધું છે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકાર દ્વારા નિમાયેલા સ્પેશિયલ પીપી સંજયભાઈએ કાનૂની વિવાદ બાદ અચાનક રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી છે હવે આ કેસમાં કાયદા વિભાગ દ્વારા રાજીનામું સ્વીકારવામાં આવશે કે કેમ અને જો સ્વીકાર થશે તો તેમના બદલે નવા સ્પેશ્યલ પીપી તરીકે કોને મૂકવામાં આવશે તે જોવાનું રહ્યું?

