મોરબી તાલુકાના નાગડાવાસ ગામમાં રહેતા ધનશ્યામભાઇ રાણાભાઇ સનુરા નામના વ્યક્તિના મકાનમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા ધનશ્યામભાઇ રાણાભાઇ સનુરા,સુંદરમભાઇ લક્ષ્મણભાઇ સાંતોલા,રૂપાભાઇ હિરાભાઇ ચાવડા,રાજભાઇ દેવાયતભાઇ ખાંભરા,નારણભાઇ હરીભાઇ ડાંગર,. રોહિતભાઇ નારણભાઇ રાઠોડ,આનંદભાઇ માવજીભાઇ ડાંગર,મયુરભાઇ વસંતભાઇ મિયાત્રા,પ્રેમજીભાઇ અવચરભાઇ ચાવડાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૭૨,૫૦૦ રોકડા અને જુગાર સાહિત્ય સહીતનો મુદામાંલ જપ્ત કર્યો હતો. અને તમામ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં જુગાર ધારા અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

