HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડ ફરી ભાજપના કબજામાં,ફોર્મ પરત ખેચતા બિનહરીફ

હળવદ માર્કેટિંગ યાર્ડ ફરી ભાજપના કબજામાં,ફોર્મ પરત ખેચતા બિનહરીફ

હળવદ માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે મોરબી ચુટણી અધિકારીની હાજરીમાં 30 ફોર્મ ભરાયા તો ખેડૂત પેનલના 10 અને વેપારી પેનલના 4 આમ કુલ 15 ડિરેક્ટર માટે ચુટણી યોજાવાની છે ત્યારે 24 ખેડૂત પેનલ માટે 5 વેપારી પેનલ માટે અને 1 ખરીદ વેચાણ સંઘમાથી ફોર્મ ભરાયા છે તો હળવદ Apmcમા ભાજપનું એક હથ્થુ શાસન રહ્યું છે. ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડની ચુટણીના ફોર્મ ખેચવાની 21 ના રોજ 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી લેતા ખેડૂત પેનલના 10 વેપારી પેનલના 4 અને ખરીદ વેચાણ સંઘનો 1 બિનહરીફ ઉમેદવાર તરીકે રહ્યાં હતાં જ્યારે આગામી દિવસોમાં 28મી તારીખે ચુટણી અધિકારી દ્વારા બિન હરીફ ઉમેદવારોને જીત જાહેર કરવામાં આવશે.

ચુંટણીમા કોંગ્રેસ પાસે મતદાર કે દરખાસ્ત કરનાર જ નહીં : કોંગ્રેસ પ્રમુખ

હળવદ માર્કેટિંગ યાર્ડની ચુટણીમા ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ જતાં કોંગ્રેસ પાર્ટી પ્રમુખ ડૉ કે.એમ રાણા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચુટણી માટે અમારી પાસે મંડળીઓ નથી અને મતદારો પણ નથી સાથે ચુટણી લડવા માટે દરખાસ્ત કરનારા પણ મંડળીના મતદારો પણ જોઈએ એટલે અમારી પાસે મતદારો નહીં હોવાથી ચુટણીમા ભાગ નથી લીધો.

હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ દ્વારા ફોર્મ ભરાયાં.

હળવદ માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં અને ફોર્મ ભર્યા બાદ એક બાદ એક તમામ ઉમેદવારોએ આજે ચુંટણીના ફોર્મ પરત ખેચી લેતા નાણાકીય વહીવટ થયો હોવાની લોકચર્ચા જાગી છે અને કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ પણ ઉમેદવાર જાહેરાત કરવામાં આવી નહોતી તો કોંગ્રેસના નામ પર ફોર્મ ભરનાર ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ?

ચુટણીમા બિનહરીફ ઉમેદવાર
ખેડૂત પેનલના ઉમેદવાર
રણછોડભાઈ લાલજીભાઈ પટેલ,નરભેરામભાઈ ભુરાભાઈ ગામી,ઘનશ્યામ ભાઈ મોહનભાઈ ગોહીલ, જયેશભાઇ કાનજીભાઈ પારેજિયા, મનોજભાઈ છગનભાઇ એરવાડીયા, ભીખાભાઈ જીવરાજ ભાઈ પટેલ, રજનીભાઈ શંકરભાઈ સંઘાણી, યશંવતસિહ ગુલાબસિહ ઝાલા,રમેશભાઈ શંકરભાઈ કણઝરીયા, અંબારામભાઈ સોનગ્રા

વેપારી પેનલના ઉમેદવાર
ઠક્કર વ્રજલાલ લાલજીભાઈ
ગોપાણી રજનીભાઈ રતિલાલભાઈ
પરમાર કિશોરભાઈ રામજીભાઈ
ભૌરણીયા નયનકુમાર પ્રભુભાઈ

ખરીદ વેચાણ સંઘના બિન હરીફ ઉમેદવાર
કાવર રમેશભાઈ પરસોત્તમ ભાઈ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW