મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને જોડતા અગરિયા વિસ્તારમાં ઘૂડખર અભિયારણ આવેલ છે આ વિસ્તારમાં વર્ષોથી હજારો અગરિયા પરિવાર પરંપરાગત મીઠા વ્યવસાય સાથે જોડાયેલ છે જોકે આ અભયારણ્ય વિસ્તારમાં લોકોની અવાર જવર ઓછી કરવા સર્વે એન્ડ સેટલમેન્ટ યોજના લાવી હતી જે અંતર્ગત અગરિયાઓને ચોક્કસ પ્રકારના કાર્ડ ઈશ્યુ કરવા અને તેના સિવાય ના લોકોને પ્રવેશ કે મીઠા પકવવાની કામગીરી થી દુર કરવાની હિલચાલ થતા અગરીયાઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ મુદે સ્થાનિક લેવલે આવેદન અને રજૂઆતના દૌર ચલાવ્યા બાદ આજે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને હળવદ ધારાસભ્ય પ્રકાસ વરમોરા,પી. કે. પરમાર સહિતના ધારસભ્યની હાજરીમાં ગાંધીનગર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલને મળી લેખિત રજૂઆત કરી સર્વે એન્ડ સેટલમેન્ટ માં રહેલી ખામીઓ દુર કરવા માંગણી કરી હતી
આ મુદે તેઓએ રજૂઆત કરી હતી કે
ગૂજરાત દેશને 73 ટકા મીઠું પૂરું પાડે છે. કચ્છનું નાનું રણ પરમ્પરાગત રીતે ગાંગડા વાળા મીઠાં માટે જાણીતું છે. અહીં સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જીલ્લા માં થી 8 માસ માટે પરમ્પરાગત અગરિયાઓ સ્થળાંતર કરી મીઠાની ખેતી કરે છે. સૌરાષ્ટ્રનું ગેઝેટીયર જેવા અનેક એતિહસિક દસ્તાવેજોમાં અગરિયા અને રણના મીઠાનો ઉલ્લેખ છે.
કચ્છ નું નાનુ રણ 1973 માં અભયારણ્ય તરીકે જાહેર થયું પણ સર્વે અને સેટલ મેંટ પ્રક્રિયા માં રહેલી ખામીના લીધે 50 વર્ષે પણ સદીઓ થી મીઠું પકવતાં અગરિયાઓ ના રણ માં જઈ ને 8 માસ માટે મીઠું પકવી આજીવિકા મેળવવાના અધિકારો સુનિશ્ચિત થયા નથી. પરિણામે આજે 50 વર્ષે પણ અગરિયાઓ ને “ગેર કાયદેસર” નું દૂષણ નો ભોગ બનવું પડે છે.

