HomeGujaratમોરબીમાં વરસાદના વિરામ બાદ હવે મચ્છર અને પાણી જન્ય રોગચાળો વકર્યો, એક...

મોરબીમાં વરસાદના વિરામ બાદ હવે મચ્છર અને પાણી જન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં 331 વાયરલ ફ્લૂ અને ઝાળા ઉલ્ટીના કેસ સામે આવ્યા 

મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુ જામી ગઈ છે.10 જુલાઈ સુધીમાં મોરબી જિલ્લામાં બે રાઉન્ડમાં વરસાદ વરસી ગયો છે.જેના કારણે મોટા ભાગના તાલુકા વિસ્તારમા સારો એવો વરસાદ નોંધાયો છે.વરસાદને પગલે એક તરફ જિલ્લામાં જળાશયમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે. ખાસ કરીને પાલિકા વિસ્તાર માં સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ લેતા વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાય રહે તેવી સ્થિતિ સર્જાઇ છે અને તેના કારણે હવે જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના મચ્છર નો ઉપદ્ર વ થવાની સંભાવના વધી છે બીજી તરફ વરસાદી સીઝનમાં અચાનક ઉકળાટ  અને અચાનક ભેજયુક્ત વાતાવરણ એમ બન્ને પ્રકારનું વાતાવરણ સર્જાતું હોવાથી સીઝનલ બીમારી થવાની સંભાવના વધી જાય છે આં ઉપરાંત ડહોળા પાણીને કારણે ઝાળા ઉલ્ટીના કેસ પણ સામે આવી રહ્યા છે.મોરબી જિલ્લામાં આં મિશ્ર ઋતુના કારણે આ બીમારી ઝડપી વધી શકે છે .સરકારી ચોપડે જિલ્લામાં એક સપ્તાહમાં 331 કેસ પણ સામે આવ્યા છે.જોકે ખાનગી ક્લિનિક માં આં સંખ્યા વધારે હોવાનું સામે આવી રહ્યું છે અલગ અલગ ખાનગી ક્લિનિક માં નાના બાળકોમાં સીઝનલ ફ્લૂ, પેટમાં દુઃખાવા, ઉબકા ઉલટી અને ઝાળા જેવી સમસ્યા વધી છે.

મોરબી જિલ્લામાં એક પણ ક્લિનિક દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગમાં આ અંગે કોઈ આકડો જાહેર કરવામાં અવતો નથી પરંતુ 

  અલગ અલગ ક્લિનિક માંથી મળતી માહિતી મુજબ નાનાં કલીનિકમાં  પણ દિવસ દરમિયાન 100થી125 દર્દીઓ આવી રહ્યા છે જે જોતા  હાલ સિઝનલ ફૂલ અને ઝાળા ઉલ્ટી તેમજ શરદી ઉધરસ સહિતના કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે.

મોરબીમાં આરોગ્ય વિભાગે પણ આગામી દિવસોમાં મચ્છર જન્ય બીમારી થવાની તેમજ વાતાવરણ બદલવાના કારણે શરદી ઉધરસ ના કેસ પણ વધવાની સંભાવના ને ધ્યાને લઇ જિલ્લામાં એમ એચ ડબલ્યુ અને એફ એચ ડબલ્યુ સ્ટાફ તેમજ મેડિકલ સ્ટાફ પાસે ડોર ટુ ડોર સર્વે ની કામગિરી શરૂ કરવામાં આવી છે અને અલગ અલગ સ્થળે પાણીના કુંડ તેમજ જ્યાં પણ વરસાદી પાણીનાં ભરાવા થવાની સંભાવના હોય તેવા સ્થળે દવા છટકાવ કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW