મોરબીના પ્રવેશદ્વાર સમાન સમય ગેટ જર્જરિત હાલતમાં હોવાથી આગાઉ લોખંડ ના ભાગ ઉતારી લેવાયા બાદ બાકીનું કામ છોડી દેવાયું હતું જોકે માર્ગ મકાન વિભાગ ને આં અંગે ફરિયાદ મળ્યા બાદ ગત રાતે આં જોખમી પીલર ને તોડી પડવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી
વર્ષો પૂર્વે બનાવેલ સમય ગેટ જર્જરિત હાલતમાં હોય અને ભારે વરસાદ કે પવનની સ્થિતિમાં તૂટી પડે અને કોઈ દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ સેવાઈ રહી હતી ત્યારે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને તંત્ર હવે એકશનમાં આવ્યું છે અને સમય ગેટ તૂટી પડે કે કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે જ સાઈડ પીલોર જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા

