HomeGujaratહળવદના સુખપરમાં વીજળી ત્રાટકતા ૩ ભેસના મોત

હળવદના સુખપરમાં વીજળી ત્રાટકતા ૩ ભેસના મોત

હળવદ તાલુકામાં સાંજના સમયે કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો અને માત્ર બે જ કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. અચાનક થયેલા ગાજ વીજ થયેલ વરસાદની સાથે જાન હાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

જેમાં હળવદ તાલકાના સુખપર ગામે ખાંડીયા હનુમાન મંદિરની બાજુમાં આવેલ મનસુખભાઇ ગાંડુભાઈ ગણેશિયાની વાડીમાં સાંજના સમયે અચાનક વીજળી ત્રાટકી હતી. આ વીજળી પડતા 3 ભેંસના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જો કે વીજળી પડી તેને થોડી જ ક્ષણો પૂર્વે માલધારી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેથી તેનો જીવ બચી ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW