મોરબીમાં અવાર નવાર નાની મોટી આપતી અવાર નવાર આવતી રહે છે ક્યારેક આં કુદરતી આફત હોય છે તો ક્યારેક અણધર્યો અકસ્માત પરંતુ આવી અનેક નાની મોટી આપતીને એક મેકના સહયોગથી સુપેરે પાર પાડી છે અને દરેક આપત્તિમાં ગણતરીના દિવસોમાં બેઠું થઈ ફરી એકવાર ધમધમતા થયા છે. ભૂતકાળમાં ઝૂલતા પુલની કરુણ દુર્ઘટના, કોરોનાંની ત્રણેય લહેર હોય કે અગાઉ વાવઝોડાની આગાહી સમયે જ્યારે સ્થાળાંતર કરાયેલા લોકો માટે જરૂરી વ્યવસ્થા કરવાની હોય આવી તમામ પરિસ્થિતિમાં મોરબીમાં જ્યારે તંત્ર એક મોરચે જરૂરી કામગિરીમાં વ્યસ્ત હોય તેવા સમય મોરબીમાં વિવિધ સામાજિક સંગઠન ધાર્મિક સંસ્થા તેમજ અન્ય યુવા મંડળો તેમનાથી બનતી તમામ સેવા માટે હંમેશા આગળ જોવા મળ્યા છે તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડામા ફરી એકવાર મોરબી વાસીઓની સેવા ભાવના જાગૃત થઈ હતી અને જ્યારે તંત્ર અલગ અલગ સ્થળે થી10 હજાર જેટલા લોકોનું અલગ અલગ શાળાઓ અને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા. જેના માટે તાત્કાલિક ધોરણે ફૂડ પેકેટ અને અન્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરવી પડકાર જનક કામગીરી હતી જોકે મોરબીમાં અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંગઠન, યુવાન મિત્રો મંડળ અને ઉદ્યોગકારોએ ફરી એકવાર લોક સેવાની અલખ જગાવી હતી અને એક પછી એક સંગઠને ફૂડ પેકેટ અને અન્ય જરૂરી સાધનો પહોંચતા કરવાની જવાબદારી લઇ લીધી હતી અને તમામ પ્રકારની કામગીરી હાથ ધરી હતી
મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સંભવિત વાવાઝોડાં ને પગલે સેવાયજ્ઞ સતત ૪ દીવસથી અવિરત ચાલુ રાખી.
મોરબીના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવામાં આવે છે ત્યારે બિપરજોય વાવાઝોડાંના સંકટ સમયે મોરબી જીલ્લા ના નવલખી બંદરની આસપાસના વિસ્તારમાંથી સ્થળાંતર કરાયેલ પરિવાર, મોરબી શહેરની આસપાસ વિસ્તારમાં થી સ્થળાંતર કરાયેલ પરિવારને પ્રથમ દિવસથી પૌષ્ટિક આહાર મળી રહે તેવા આશય થી અલગ અલગ સ્થળે ફૂડ પેકેટ અને અન્ય આહારના પેકેટ તૈયાર કરી તમામ લોકો સુધી પહોંચતા કર્યા હતા સંકટ સમયે સ્થાનિક પ્રશાસન સાથે ખભેખભો મિલાવી મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ૪ દીવસથી કરવામાં આવી હતી.

ઘુંટું ગામના સેવાભાવી સંભવિત વાવાઝોડામાં જનરેટર અને ક્રેઇનની વિનામૂલ્યેસેવા આપી
બીપર જોય વાવઝોડામાં અસર ગ્રસ્ત લોકોને ભોજન મળે તેમજ ભારે પવન કારણે જો રોડ રસ્તા બ્લોક થવાની ઘટનામાં તાત્કાલિક સેવા આપવા મોરબી તાલુકાના ઘુંટું ગામમાં આવેલ કિરણ જનરેટર & ક્રેઇનના સંચાલક રણછોડભાઈ મગનભાઈ સંઘાણી અને વસંતભાઈ મગનભાઈ સંઘાણી દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર કે સંસ્થાઓને જનરેટર કે ક્રેઇનની જરૂરીયાત હોય તો વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કિરણ જનરેટર & ક્રેઇન દ્વારા ૧૫ જનરેટર અને બે ક્રેઇન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા તેમજ અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા હતાં.
કરણી સેનાએ ફૂડ પેકેટ ના રણ કાઠા ના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારને પહોંચાડ્યા
વાવઝોડાની સ્થિતિમાં માછીમાર પરિવાર ની સાથે સાથે અગરિયા પરિવાર ની સ્થિતિ પણ કફોડી બની હતી અવા પરિવારોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું આં પરિવારોને ભોજન આપવા માટે કરણી સેનાના આગેવાનો અને કાર્યકરોએ ફૂડ પેકેટ તૈયાર કરી આવા પરિવારો સુધી પહોંચતા કર્યા હતા આં ઉપરાંત મોટી વાવડી ગામ ખાતે આવા અસર ગ્રસ્ત પરિવાર માટે રહેવાની વ્યવસ્થા કરી હતી

આરએસએસના કાર્યકરોએ સમગ્ર જિલ્લામાં રાહત કામગિરી કરી
મોરબી જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે મોટાં પાયે ખાના ખરાબી થવાની સંભાવના હતી આવા સમયે મોરબી જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં અને ગામડાના લોકો માટે જરૂરી ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કર્યું હતું સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં તૂટી પડેલા વૃક્ષ , હોર્ડિંગ અને જોખમી વસ્તુઓ દૂર કરવાની જવાબદારી પૂરી કરી હતી.
માળિયાના છેવાડાના ગામ વર્ષામેડી સુધી પહોંચી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપે અને એકતા એજ લક્ષ્ય સંગઠન અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં અસરગ્રસ્ત લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ત્યારે લોકોને જમવાની રહેવાની વ્યવસ્થા મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવી હતી. માળિયા છેવાડાના વિસ્તાર સુધી પહોચી લોકોની મદદ માટે આગળ આવી માનવતા મહેકાવી હતી.જેમાં મોરબીમાં હર હંમેશ સેવાકાર્યમાં અગ્રેસર રહેતા આવા સંકટ સમયે અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા હતા.

