HomeGujaratમોરબીમાં વાવઝોડાથી અસર ગ્રસ્ત ૯૨૨૪ લોકોને ચૂકવાશે ૨૨ લાખની કેશ ડોલ્સ સહાય

મોરબીમાં વાવઝોડાથી અસર ગ્રસ્ત ૯૨૨૪ લોકોને ચૂકવાશે ૨૨ લાખની કેશ ડોલ્સ સહાય

મોરબી શહેર અને જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી અને તેની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય સરકારે દરીયા કીનારે રહેતા તેમજ જોખમી જગ્યાએ રહેતા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા સૂચના આપી હતી જેના આધારે મોરબી જિલ્લામાં ખાસ કરીને માળિયાં મિયાણા તાલુકાના માછીમાર પરિવાર, અગરિયા પરિવાર ઉપરાંત મોરબી જિલ્લામાં ખુલ્લામાં કે કાચા જર્જરીત મકાનમાં રહેતા અંદાજિત ૯૨૨૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું આં પૈકી મોટા ભાગના લોકોને અલગ અલગ જગ્યાએ શરૂ કરેલા આશ્રય સ્થાને રાખવામાં આવ્યા હતા. વાવઝોડાની અસર પૂર્ણ થયા બાદ હવે ધીમધીમે આ પરિવારોને તેમના નિવાસ સ્થાન મોકલવાની કામગીરી ચાલી રહી છે તો આવા પ્રભાવીત પરિવારને તત્કાલિક સહાય રૂપે રાજ્ય સરકાર દ્વારા.કેશ ડોલ્સ ચૂકવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં અંદાજિત ૨૨ લાખ જેટલી રકમ થાય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આં તમામ લાભાર્થીઓને રકમ ચુકવણું કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને આ માટે વહીવટી તંત્રની ૧૨૩ જેટલી ટીમ બનાવી છે જે અલગ અલગ આવા અસર ગ્રસ્ત લોકોને સહાય ચૂકવાશે આં ઉપરાંત ૧૪ જેટલી ટીમ રહેણાક મકાનમાં થયેલા નુકસાનીના સર્વે માટે તૈયાર કરી છે આ ટીમ અલગ અલગ સ્થળે ફરી નુકશાન અંગે સર્વે કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW