વાવાઝોડું બિપરજોય કચ્છ તરફ આગળ ધપી રહ્યું છે. બુધવારે સાંજ સુધીમાં વાવાઝોડું જખૌથી આશરે 240 કિમી દૂર હતું. 15મી જૂનની સાંજ સુધીમાં તે લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠા નજીક પસાર થાય તેવી શક્યતા છે. કચ્છ જામનગર અને દ્વારકા જીલ્લામાં બુધવારથી પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. તો મોરબી જીલ્લામાં છું ટા છવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઇન્ટર નેશનલ સ્પેસ રીસર્ચ સેન્ટર દ્વારા સેટેલાઈટ ઈમેજ જાહેર કરી છે આ અને વિડીયો બન્નેમાં વાવાઝોડાની ભયાનકતા સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે

આ બીપર જોય વાવાઝોડું અગાઉ આવેલા તોક્તે અને વાયુ વાવઝોડા કરતા પણ વધુ શક્તિ શાળી અને પ્રંચડ હોવાનું હવામાન વિભાગ અનુમાન લગાવી રહી છે અને તેના કારણે તે જાનમાલને મોટા પાયે નુકસાન પહોચાડે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કરીને અબડાસામાં પવનથી વૃક્ષો ધરાશાયી થયાં હતાં. બુધવારથી ભુજ અેરપોર્ટ તા. 16-6 સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લામાં એસટી બસો પણ ગુરુવાર અને શુક્રવાર માટે બંધ કરાઇ હતી

