HomeGujaratકેન્દ્રીય મંત્રીની સૂચનાની ઐસીતૈસી:હળવદ તા.પંચાયત કચેરીના શૌચાલયમાં સફાઈનો અભાવ:DDOને ફરિયાદ

કેન્દ્રીય મંત્રીની સૂચનાની ઐસીતૈસી:હળવદ તા.પંચાયત કચેરીના શૌચાલયમાં સફાઈનો અભાવ:DDOને ફરિયાદ

હળવદ તાલુકા પંચાયત કચેરીમાં સફાઈ બાબતે ફરી એકવાર ભુત ઘૂણ્યુ છે. જેમાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને તાલુકા પ્રમુખની ચેમ્બરના શૌચાલય સફાઈ નહીં થતા આખરે મોરબી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. હળવદ તાલુકા પંચાયત કચેરીમાં શૌચાલય સહિત કચેરીમાં સાફ સફાઈના અભાવ બાબતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તાલુકા વિકાસ અધિકારીનો ઉધડો લીધો હતો અને 24 કલાકમાં શૌચાલયમાં સફાઈ કરી ફોટા મોકલવા સૂચના કરી હતી. પરંતુ જે શૌચાલયમા મુલાકાત લીધી હતી તે જ સાફ કરીને ફોટા મોકલી આપતા ફરી વિવાદ સર્જાયો છે.
હળવદ તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢીયાર અને કારોબારી ચેરમેન મનસુખભાઇ કણઝરીયાની ચેમ્બરના શૌચાલયોની આજદિન સુધી સફાઈ કરવામાં આવી નથી અને કારોબારી ચેરમેને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાને સફાઈ અંગે રજૂઆત કરતાં તેમણે તાલુકા વિકાસ અધિકારી નો ઉધડો લીધો હતો જેથી કરીને તેમની ચેમ્બર અને પ્રમુખની ચેમ્બરમાં તાલુકા વિકાસ અધિકારી રાગદ્વેષ રાખતા હોવાનો આરોપ તાલુકા પંચાયત કારોબારી ચેરમેને લગાવ્યો છે. શૌચાલયની યોગ્ય સાફ સફાઈ માટે જિલ્લા વિકાસ અધિકારી મોરબીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની પણ ચિમકી ચેરમેન દ્વારા ઉચ્ચારી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW