HomeGujaratમોરબીની પાણી પુરવઠા વિભાગમાં કોઈ ભરતી વીના બે કર્મચારીના ખોટા નિમણુક પત્રો...

મોરબીની પાણી પુરવઠા વિભાગમાં કોઈ ભરતી વીના બે કર્મચારીના ખોટા નિમણુક પત્રો બનાવી દેવાયા

ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ અંતર્ગત ની મોરબી શહેરમાં આવેલ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ 1 ની કચેરીમાં 2021ના વર્ષમાં કોઈ પણ પ્રકારની ભરતી વીના સહાયક હિસાબનીશ તરીકે પાર્થ રાઠોડ નામની વ્યક્તિનો1490 તેમજ સહાયક જુનિયર ક્લાર્ક તરીકે જયદીપ પોપટ નામના4521નંબરથી નિમણુક ઓર્ડર કરવામાં આવ્યો હતો આં નિમણુક પત્ર રાજકોટ ખાતેની અધિક્ષક ઇજનેર કચેરી પહોંચતા તેમના દ્વારા જરૂરી દસ્તાવેજ ચકાસણી કરતા આં બન્ને પત્રો બોગસ હોવાનું સામે આવ્યું હતું જેથી 18 સપ્ટેમ્બર2021ના રોજ જાહેર આરોગ્ય વિભાગ ના કાર્યપાલક ઇજનેરને પત્ર લખી જાણ કરી હતી જેમાં સ્પષ્ટ જણાવ્યુ હતુકે કચેરીના લેટર પેડ પર ના.કા. ઇ નો સિક્કો અને રાઉન્ડ સીલ લાગેલ હોય જે અતિ ગંભીર બાબત હોય જેથી આં બાબતે2 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરાયો હતો તેમજ તેમાં કોઈ વ્યક્તિ ની સંડોવણી આવે તો સ્થાનિક પોલીસ સ્ટેશન ના પરામર્શ માં રહી નિયમ મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આ અંગે પત્ર મળતા સ્થાનિક કચેરી દ્વારા તપાસ કરતા તેમાં આં વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા વિષ્ણુ પ્રસાદ દેરાસરી દ્વારા લેખિત કબૂલાતનામુ લખ્યું હતું કે આર્થિક સંકડામણ અનુભવતા આ બોગસ લેટર પેડ બનાવી આં રીતે નિમણુક પત્રો આપ્યા હતા આં અંગે શાખા માં પણ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી ન હતી જેથી તેમના વિરદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરવા માં આવશે તે સ્વીકારી લેશે
આ અંગે વિષ્ણુ દેરાસરી નામના રોજમદાર દ્વારા 30,9 ના રોજ કબૂલાત નામુ અપાયું હોવા છતાં આ જ સુધી આંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તેમજ આં રોજમદાર હજુ પણ લીલાપર ખાનપર જૂથ પાણી પુરવઠા યોજના ની મરામત અને નિભાવણી ની કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે.
કચેરીમાં આ રીતે કચેરીના લેટર પેડ પર આં રીતે નિમણુક પત્ર બનાવી ખોટા ઓર્ડર બનાવી દેનાર આં. કર્મચારી તેમજ જેના નામે આં ઓર્ડર થયા તે બને શખ્સ સામે આજ દિન સુધીમાં કોઈ કાર્યવાહી કેમ ન થઈ તેવા સવાલ ઉઠ્યા છે શું આં કૌભાંડમાં આ વિભાગના અધિકારીઓ મે અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે પછી આં ત્રણેય પર કોઈ મોટા ગજાના વ્યક્તિના હાથ છે જેના કારણે અધિકારી તેમના પર કાર્યવાહી કરવામાં શરમ રાખી રહ્યા છે તેવા સવાલ ઉઠ્યા છે.

ઉચ્ચ કક્ષાએ આં અંગે રિપોર્ટ કરી દીધો છે ત્યાંથી ઓર્ડર આવે કાયૅવાહી થશે.
ખોટા નિમણુક પત્ર અંગે અમારા દ્વારા તપાસ પૂર્ણ કરી દેવામા આવી છે અને તે અંગેનો રિપોર્ટ રાજકોટ વડી કચેરી માં પણ કરી દેવાયો છે ત્યાંથી કોઈ કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવશે તેમ પાણી પુરવઠા વિભાગ ના કાર્ય પાલક ઇજેનેર વાય.એમ વાંકાણી એ જણાવ્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW