HomeGujaratમોરબીમાં આરડીસી બેંકની મનમાનીથી ખેડૂતોની મુશ્કેલી વધી, પૈસા નથી ! જવાબથી છતાં...

મોરબીમાં આરડીસી બેંકની મનમાનીથી ખેડૂતોની મુશ્કેલી વધી, પૈસા નથી ! જવાબથી છતાં પૈસે ખેડૂત લાચાર

મોરબીની આરડીસી બેંકની વાવડી રોડ બ્રાન્ચ દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ખેડૂત વર્ગમાંથી ઉઠી છે 2000 ની નોટો બદલવાની પ્રક્રિયા શરૂ થવાની સાથે જ આરડીસી બેંક દ્વારા ધિરાણના પૈસા ઉપાડવા જતા ખેડૂતોને ચોખ્ખી ના પાડવાનું શરૂ કરતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે

મોરબીના વાવડી રોડ પર આવેલી આરડીસી બેંકની શાખામાં ગુરુવારે સવારે એક ખેડૂત પોતાના ખાતામાં આવેલા પાક ધિરાણના પૈસા ઉપાડવા ગયા ત્યારે બેંક દ્વારા પૈસા નથી એવા જવાબ આપ્યા હતા જેના લીધે ઉછીના કે વ્યાજે પૈસા લઈને ધિરાણ ભરનાર ખેડૂતોને નવા ધિરાણના પૈસા ખાતામાં જમા થઈ ગયા હોવા છતાં પૈસા વિના પરત ફરવું પડ્યું છે એક બાજુ ચોમાસું નજીક છે ત્યારે બીજી બાજુ ખેડૂતોને પોતાના જ પૈસા ઉપાડવામાં સમસ્યાઓ આવી રહી છે જેના લીધે ખેડૂત વર્ગમાં બેંકના વ્યવહાર સામે રોશની લાગણી જન્મી છે

તાજેતરમાં સરકાર દ્વારા 2000 ની નોટ પરત ખેંચવાનું શરૂ કરવામાં આવ્યું છે લોકોને નોટ બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે.પરંતુ આ પ્રક્રિયા જાણે ખેડૂતોની સમસ્યાનું કારણ બની છે. આરડીસી બેંકમાં મોટાભાગે ખેડૂતોના ખાતામાં ધિરાણના નાણા વ્યવહારો થતા હોય છે ખેડૂતોએ જુના ધિરાણ તો ભરી પણ દીધા છે અને નવા ધિરાણ તેમના ખાતામાં જમા પણ થઈ ગયા છે પરંતુ તેવા સમયે જ આરડીસીની વાવડી રોડ શાખામાં પૈસા નથી તેવા જવાબ મળી રહ્યા છે જેથી ખેડૂતોને પોતાના જ પૈસા નથી મળી રહ્યા છે બેંક દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમની ઉપલી કચેરીએથી તેમણે કરેલી માંગણી મુજબની રકમ મળી નથી જેથી જેટલી રકમ ઉપલબ્ધ છે તેટલી રકમમાંથી અમારે બધા ગ્રાહકોને રૂપિયા ચુકવવાના છે જેથી શક્ય હોય તેટલી નાની રકમના વધુ ખેડૂતોને રોકડ ચૂકવાય તેવા પ્રયત્ન કરીરહ્યા છે તેવો બચાવ કર્યો હતો

અગાઉ નોટબંધી સમય પણ આરડીસી બેંકની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા છેવટે ઘી ના ઠામમાં ઘી પડી ગયું હતું અને હાલ ₹2,000 ની નોટો બદલવાનું શરૂ થયું છે ત્યારે ખેડૂતો માટે નવી સમસ્યા જન્મી છે તેથી આ આરડીસી બેંકને નોટ બદલવાની છૂટ આપવામાં જ ન આવે જેથી ખેડૂતોને નાણાંની લેવડદેવડમાં સમસ્યા ન સર્જાય તેવી માંગ ખેડૂત વર્ગમાંથી ઉઠી રહી છે જોકે સરકાર આ બાબતને ગંભીરતાથી લેશે કે હંમેશા ની જેમ ખેડૂતોને તેમના હાલ ઉપર છોડી દે છે તે જોવ રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW