HomeGujaratમોરબી શહેરમાં રખડતા ઢોરનો અડિંગો યથાવત ટ્રાફીક જામ અને અક્સ્માતનું જોખમ વધ્યું

મોરબી શહેરમાં રખડતા ઢોરનો અડિંગો યથાવત ટ્રાફીક જામ અને અક્સ્માતનું જોખમ વધ્યું

મોરબી શહેરના માર્ગો પર હાલ રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે શહેરના ગેસ્ટ હાઉસ રોડ, શકિત ચોક ,નહેરુ ગેટ ચોક શક માર્કેટ. ચોક શનાળા રોડ રવાપર  રોડ વાવડી રોડ માધાપર સામાકાઠાં વિસ્તારમાં રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે જેના કારણે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો વધ્યા છે આં ઢોર વાહન ચાલકોને હડફેટે લઈ રહ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે ત્યારે પાલિકા આવી રીતે અડિંગો જમાવીને બેઠેલા પશુઓને ક્યારે ડબ્બે પૂરી લોકોને  આ સમસ્યામાંથી મુક્તિ અપાવે તેની રાહ જોવાઇ રહી છે 

સૌરાષ્ટ્ર ની એ ગ્રેડની મોરબી નગર પાલિકામાં કોગ્રેસ કે ભાજપ તમામના શાસનમાં લોકોને સુવિધા ઓછીને મૂશ્કેલી વધુ મળી છે.શહેરમાં સફાઈ, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ સહિતના પ્રશ્નો વર્ષોથી માથું ઉંચકીને ઉભા છે આં સિવાય  શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોર પણ લોકો માટે માથાના દુઃખાવા સમાન છે અગાઉ ગામ લોકોની રજુઆત અને રાજ્ય સરકાર દબાણ હેઠળ પાલિકાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી. અને તેને રાખવા માટે પંચાસર રોડ પર નંદી ઘર શરૂ કરવામાં આવ્યું હતું.  જેમાં અગાઉ ૨૦૦૦થી વધુ ઢોર રાખવામાં આવ્યાં હતા.ધીમે ધીમે ઢોર ફરી રસ્તામાં રખડતા થઈ ગયા હતા.હજુ આં બાકી હોય તેમ પાલિકા દ્વારા નંદી ઘરબંધ કરી દેવાયું છે જોકે પાલિકા તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે હાલ જે પશુ નંદી ઘર માં છે તેને પાંજરાપોળ અને સરકાર પાસે સહાય મેળવતી ગૌ શાળા ને સોંપવામાં આવશે જેથી આવા રખડતા ઢોર ગામમાં નહિ ફરે પરંતુ પાલિકા દ્વારા  મોરબી શહેરમાં ફરી એકવાર રખડતા ઢોર પકડવા ઝુંબેશ શરૂ કરશે કે નહિ તે બાબતે કોઈ ખુલાસો કરાયો નથી.મોરબી શહેરના માર્ગો પર હાલ અનેક રખડતા ઢોર ફરી રહ્યા છે.મોરબીમાં  અગાઉ રસ્તે રખડતા ઢોરના કારણે વાહન ચાલકો સાથે અક્સ્માત થવાના બનાવ બન્યા છે અને આ રખડતા ઢોર સાથે અથડાવાથી ભૂતકાળમાં વાહન ચાલકોના મોત પણ થયા છે   ત્યારે મોરબી પાલિકાને આવા રખડતા ઢોર પાંજરે પુરવામાં કોની શરમ આડી આવે છે તે એક સવાલ છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW