વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે આવેલ પાણી પુરવઠા બોર્ડ ના પ્લાસ્ટિકના પાઈપના ઢગલા ખુલ્લા યાર્ડમાં રાખવામાં આવ્યા હતા આ ખુલ્લા યાર્ડમાં સોમવારે બપોરના સમયે અચાનક કોઈ કારણસર આગ લાગી ગઈ હતી આગની જાણ થતા વાંકાનેર પાલિકા તેમજ મોરબી નગરપાલીકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈ જાન હાની થઇ ન હતી પરંતુ 1500 મીટર જેટલા પાઈપનો જથ્થો સળગી ગયો હોવાનું સામે આવ્યું છે આ બનાવમાં પાણી પુરવઠા કચેરીને 25 લાખનું નુકશાન થવાનો અંદાજ છે

