HomeGujaratહળવદના ટીકરમાં 4000 મણ કડબમાં આગ ભભુકી ઉઠી

હળવદના ટીકરમાં 4000 મણ કડબમાં આગ ભભુકી ઉઠી


હળવદ તાલુકાના ટિકરમાં આવેલ પશુઓને ચારા આજે બપોરના સમયે અચાનક કોઈ કારણસર આગ પકડી લીધી. જોત જોતામાં આગ વધુ તેજ બની ગઈ હતી અને આખા વાડામ રાખેલ 4000મણ કડબ અને 600 મણ ચારોલું બળીને રાખ થઈ ગયું હતું.ઘટનાની જાણ થતા ગ્રામ જનો ત્યાં જે પણ વાસણ મળે તેનાથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.અને હળવદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા.

આ ઘાસનો જથ્થો કાળુભાઈ રબારી અને કાળુભાઈ માવજીભાઈ નામના માલધારી દ્વારા આગામી ચોમાસાને ઘ્યાને લઇ 300 ગાય અને 100 જેટલી ભેંસને ચારો મળી રહે તે માટે 4000 મણ સૂકી કડબ અને 600 મણ ચારોલુ ભરેલું હતું જે તમામ માલ બળી જતાં પશુપાલકોને નુકશાન થયું હતું.બનાવનું કારણ સામે આવી શક્યું નહોતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW