મોરબી એ ડિવિઝન પોલીસની હદમાં શનાળા ગામમાં શ્રીજી એસ્ટેટ વિસ્તારમાં એસ બી એમ એન્ટર પ્રાઇઝ ખાતે કામ કરતા પંકુભાઈ પરશુરામ નિષાદ નામના યુવાને ગત રવિવારના રોજ ફેકટરી ના શેડ સાથે ફાંસો લગાવી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં મૃતકના પિતા તુરત સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતકને તેની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો પત્ની સાથે બોલાચાલીએ ઉગ્ર બનતા તેણે પત્નીને માર માર્યો હતો.જોકે બાદમાં તેને આ બાબતે લાગી આવ્યું હતું અને પોતાની જાતે ફેકટરીમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

