મોરબી શહેર ની મધ્યમા ટ્રાફિક થી ધમધમતા ગાંધીચોક નજીક આવેલા આવેલ જર્જરિત રિલાયન્સ શોપિંગ સેન્ટરનું ભૂત ફરી એકવાર ધૂણવનુ શરૂ થયું છે ગયા વર્ષે પાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટર દ્વારા જર્જરિત ભાગ ન ઉતરતા પાલિકા દ્વારા નોટિસ આપી જર્જરિત ભાગ ઉતારવા જણાવ્યુ હતું જોકે જે તે સમયે પાલિકાના દબાણ થી શોપિંગ સેન્ટર ના માલિક દ્રારા શોપિંગ સેન્ટરનો બહાર લટકતો ભાગ દૂર કર્યો હતો જોકે આ કામગીરી જાણે ખાના પૂરતી કરવા માટે કરવામાં એવી હોય તેમ થોડો ભાગ ઉતાર્યા બાદ બાકીનો હિસ્સો જેમને તેમ છોડી દેવતા આ શોપિંગ સેન્ટર માં ભાડે દુકાનો ધરાવતા ભાડુઆત વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટીદારને રજુઆત કરી હતી કે, તેમનું શોપિંગ સેન્ટર લાંબા સમયથી જર્જરિત થઈ ગયું છે.

શું તંત્ર દુર્ધટના ની રાહ જોય રહયું છે?
આ શોપિંગ સેન્ટરમાં પોપડા ખરે છે.ગમે ત્યારે પોપડા ખરતા હોય મોટી દુર્ઘટના બનવાના એંધાણ વર્તાય છે. જો કે આ શોપિંગ સેન્ટરના માલિક અને ઓથોરાઈઝડને અનેક વખત રજુઆત કરવા છતાંઆ શોપિંગ સેન્ટરને તેઓ રીનોવેશન કરાવતા નથી. ત્યારે જાહેર બિલ્ડીંગ કે ખાનગી બિલ્ડીંગ જર્જરિત હોય તો તંત્રએ તાત્કાલિક હુકમ કરીને એના માલિક પાસેથી રીનોવેશન કરાવવુ જોઈએ. જો કે લાંબા સમયથી રીનોવેશન ન થતા તંત્ર અને માલિક વચ્ચે મિલીભગત હોવાનો પણ આરોપ મૂકી મોટી દુર્ઘટના થાય તે પહેલાં આ શોપિંગને રીનોવેશન કરાવવા માટેનો આદેશ બહાર પાડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

