HomeGujaratજૂનાગઢ પોલીસે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને સ્થળ સુધી પહોચાડવા કરી વ્યવસ્થા

જૂનાગઢ પોલીસે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને સ્થળ સુધી પહોચાડવા કરી વ્યવસ્થા

રાજ્યમાં પંચાયત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની ભરતી માટે રવિવારના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી માટે અલગ અલગ જિલ્લામાંથી ઉમેદવારો જૂનાગઢ જિલ્લામાં પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા.મોટા ભાગના ઉમેદવારો માટે પરીક્ષા સ્થળ અને જિલ્લો અજાણ્યો હોય જેના કારણે તેઓને સ્થળ શોધવામાં મૂશ્કેલી પડી શકે છે તેવી સંભાવનાને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં પોલીસની ટીમ દ્વારા ખાસ આયોજન કર્યું હતું.

અને તે માટે જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ વાનની વ્યવસ્થા કરી હતી અને પરીક્ષાર્થીઓને સમયસર કેન્દ્ર સુધી પહોંચડવામાં મદદ કરી હતી. જીલ્લા પોલીસ દ્વારા આ રીતે ઉમેદવારોને મૂશ્કેલી ન પડે તે માટે કરેલી વ્યવસ્થા ઉમેદવારો અને તેના વાલીઓને ઘણી રાહત અપાવી હતી અને તે બદલ ઉમેદવારોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.ડો. કરણરાજ વાઘેલા ઘણા વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા કરતા હોય છે ભૂતકાળમાં પણ મોરબી,રાજકોટ વડોદરા અને બોટાદ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે નિશુલ્ક વર્ગો ચલાવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW