HomeGujaratમોરબી તાલુકા ના નારણકા ગામ પાસે મચ્છુ-2 માઇનોર કેનાલના એસ્કેપના 3.32 કરોડના...

મોરબી તાલુકા ના નારણકા ગામ પાસે મચ્છુ-2 માઇનોર કેનાલના એસ્કેપના 3.32 કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું

મચ્છુ-2 સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કથી મોરબી તાલુકા ના 17 અને માળીયા તાલુકાના 2 ગામો ની 9990 હેકટર જમીન ને સિંચાઈ માટે માઇનોર શાખા નહેર ડી-1, ડી-2,ડી-3 દ્વારા પાણી પુરુ પાડવામા આવે છે
ચોમાસા કે અન્ય સિઝનમાં જયારે સિંચાઈ માટે ડેમમાંથી પાણી છોડવાના સમયે તેમજ ત્રણેય શાખા નહેરમાં કેનાલ ઓવરફલો થવાથી આ પાણી ખેતરમાં ઘૂસી જતા હતા જેના કારણે ખુબમોટી સંખ્યમાં ખેડૂતોનો પાક ધોવાઇ જવાની ફરિયાદ સામે આવતી હતી.આ રીતે કેનાલ ઓવર ફલોની સમસ્યાના નિકલા માટે સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ 2 કેનાલની માઈનોર કેનાલમાં વધારાના પાણી નિકાલ માટે રૂ 3.32 કરોડના ખર્ચે એસ્કેપ કામગીરીને મંજૂરી મળી હતી જેની જરૂરી ટેકનીકલ કામગીરી પૂર્ણ થતા આજે આ કામનું ખાત મુર્હત શરુ કરવામાં આવ્યું છે.

પાણી નિકાલ તથા ચોમાસા ના પાણી ના નિકાલ માટે ભૂમિગત પાઇપલાઇન નાંખીને ફુલકી નદીમાં તથા બોળા હનુમાન તળાવ તથા પીપળીયા ગામ તળાવ મા વધારાના પાણીના સંગ્રહ માટેના કામનુ સાસંદ મોહનભાઇ કુડાંરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ આ કાર્યક્રમમા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, કૃભકો ડાયરેકટર મગનભાઇ વડાવીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયતિંભાઇ પડશુંબિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા ભુપતભાઇ સવસેટા, પરેશભાઇ રુપાલા,નારણભાઇ મેરજા,ચંદુભાઇ દાવા, નિલેશભાઇ મેરજા, રસિક ગામી, સિંચાઈ વિભાગ ના કાર્યપાલક ઇજનેર સાવલીયા તથા ડી.ઇ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW