મોરબી શહેરમાં આખરે આળસ ખંખેરીને જાગેલ ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરસાણની દુકાનો પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ગઈકાલે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સનાળા રોડ પર આવેલ સુરેશભાઈ ટહેલરામ આયાલાની પેઢી પર દરોડા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી

જેમાં આશરે 90 કિલો જેટલું વાસી પનીર મળી આવ્યું હતું આ સાથે એક્સપાયરી ડેટ વાળું ફરસાણ પણ 25 કિલો જેટલું મળી આવ્યું તો બીજી તરફ 200 ગ્રામ જેટલા 192 પેકેટ એક્સપાયરી ડેટ ના ખાખરા મળી આવ્યા.

જ્યારે 30 ડબ્બા માઈક્રોલાઈટ ચોકો સ્પ્રેડ મળી આવ્યા હતા દુકાનમાં કુલ 180 જેટલો વાસી માલનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

