HomeGujaratમોરબીમાં લાખોના દગીનાને રોકડની ચોરી

મોરબીમાં લાખોના દગીનાને રોકડની ચોરી

પ્રસંગમાં ગયેલ પરિવારના ઘર માંથી ચોરી

ચોકીદાર દ્વારા જ ચોરીની આશંકા

મોરબી શહેરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં રાજકોટ પ્રસંગમાં ગયેલ પરિવારના ઘર માંથી 1100 ગ્રામ સોનાના દાગીના અને 15 લાખની રોકડ ચોરી થયાની વિગત બહાર આવી રહી છે જોકે ઘરનો ચોકીદાર તેની પત્ની સાથે ગાયબ થઈ જતા તેના પર જ શંકાની સોય તકાઈ છે

મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમય થી ગુનાખોરી વધી છે ચોરી જેવા બનાવો પણ સતત વધી રહ્યા છે અને આવા જ એક વધુ બનાવ માં લાખોની ચોરીએ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે મોરબીના કાયાજીપ્લોટ મેઈન રોડ પર રહેતા હીમાંશુભાઈ ચંડીભમ્મર ગઈ કાલે તેમના પરિવાર સાથે રાજકોટ પ્રસંગ માં ગયા હતા અને પરત આવ્યા ત્યારે ઘરનો ચોકીદાર તેની પત્ની સાથે ગાયબ થઈ ગયેલો હતો સીસીટીવીનું ડીવીઆર પણ ગાયબ હતું આથી હીમાંશુભાઈને અજુગતું બન્યાની શંકા જન્મી હતી ઘરમાં ઘુસ્યા તો બધું વેરણ છેરણ જોવા મળ્યું તપાસ કરતા ઘરમાં રહેલ 1100 ગ્રામ સોના ના દાગીના અને 15 લાખની રોકડ પણ ગાયબ હતી આથી પોલીસને જાણ કરવામાં આવી અને ડીવાયએસપી તેમજ એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હાલ માં બનાવ અંગે હીમાંશુભાઈ ની ફરિયાદ લેવા તાજવીજ હાથ ધરવામાં આવી છે

શહેરના મધ્ય માં આવેલ ભરચક વિસ્તાર એવા કાયાજીપ્લોટ માં ચોરીની ઘટના એ પોલીસની ઊંઘ તો ઉડાડી જ છે પરંતુ જે રીતે ચોકીદાર ગાયબ છે તે જોતા ઘરની રખેવાળી ઘરના માલિકો એ જાતે રાખવી હિતાવહ છે જે રીતે આ ઘટના માં ઘર ફૂટે ઘર જાય કહેવત મુજબ જેના પર રખેવાળીની જવાબદારી હતી તે જ શંકા ના દાયરા માં છે ત્યારે આર્થિક સંપન્ન મોરબીમાં ચોકીદાર રાખતા પહેલા સો વાર વિચારવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW