HomeGujaratમોરબીમાં મામલતદારની સમયસર મદદ મળતા શ્રમિક પરિવારના બાળકની આયુષ્માન કાર્ડ થકી સારવાર...

મોરબીમાં મામલતદારની સમયસર મદદ મળતા શ્રમિક પરિવારના બાળકની આયુષ્માન કાર્ડ થકી સારવાર થઇ

મોરબી શહેરના સામાકાઠામાં આવેલ વિદ્યુત નગર નજીક રહેતા અને મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા મંગાભાઈ મકવાણાની આર્થિક સ્થિતિ નબળી છે. અને સતાનમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. રોજનું કમાઈ રોજનું ખાતા આ પરિવારના સાત વર્ષના પુત્ર મેરૂભાઈને મગજમાં પાણી ભરાઈ જવાની એટલે કે મગજના ટીબીની બીમારી થતા મોરબીની આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો . જ્યાં આ બાળકની સારવાર નો ખર્ચ દૈનિક આશરે ચારથી પાંચ હજાર જેટલો થતાં આ ગરીબ બાળ પરિવાર પર આફતના વાદળો ઘેરાઈ ગયા હતા. આવા જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જન આરોગ્ય યોજના શરૂ કરેલ છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જરૂરી છે. મજૂરી કામ કરતો આ પરિવાર આ બાબતથી અજાણ હતો અને બાળકનું આધાર કાર્ડ કઢાવેલ નહોતું પરિણામે પરિવાર મૂંઝવણમાં મુકાયેલ પરિવારની આ મૂંઝવણ મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતાના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક આધારકાર્ડ સુપરવાઇઝર નિરવભાઈ ખાનકી ને આયુષ હોસ્પિટલ ખાતે મોકલી હોસ્પિટલમાં દાખલ મેરૂભાઈનું આધાર કાર્ડ કઢાવી આપેલ અને તે આધારે સરકારની આરોગ્ય યોજનાનો લાભ મેળવવા માટેની વહીવટી મર્યાદાનો ઉકેલ લાવ્યા હતા આ ઉપરાંત મામલતદાર નિખિલ મહેતાએ જણાવ્યું હતું કે જરૂર પડશે ત્યારે જોઈ લઈશું તેવો બેદરકારી ભર્યો અભિગમ દાખવવાને બદલે ચેતતા નર સદા સુખી તેવો હકારાત્મક અભિગમ અપનાવી સરકારની જન સુખાકારીની નીતિઓમાં સહયોગ આપવા જાહેર જનતાને અપીલ કરેલ અને આ બાબતોમાં મોરબી તાલુકા મામલતદાર કચેરી હર હંમેશ નાગરિકોની સેવામાં તત્પર છે તેમ મામલતદાર નીખીલ મહેતાએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW