વાકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં ઝૂંપડું બાંધીને રહેતાં મૂળ જામનગર જિલ્લાના ગઢડા ના વતની સોનલબેન રામજીભાઈ ચૌહાણ અને તેમના પતિ રામજીભાઈ ગાંડુભાઈ ચૌહાણ નામના દંપતીએ ગઈ કાલે તેમની જ વાડીમાં ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં બન્નેના મોત થયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મોમજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે.પ્રાથમિક તપાસમાં મૃતકના સંતાનમાં બે પુત્ર અને એક દીકરી હોય દીકરા બન્ને મજૂરી કામમાં ગયા હતા જ્યારે દીકરી તેમના સંબધીના ઘરે હતી જેથી બનાવ સમયે આ દંપતી જ એકલા હોવાનુ સામે આવ્યું છે

