મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સુઓ મોટો કેસમાં સુનવણી હાથ ધરાઇ
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઇકોર્ટ દ્વારા લેવામાં.આવેલ સુઓ મોટો કેસ પર આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓરેવા ગ્રુપના વકીલ તેમજ પીડિત પક્ષના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. ઓરેવા ગ્રુપના વકીલ દ્વારા કાર્યકારી ચીફ જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ અરજી કરી હતી જેમાં માગણી કરવામાં આવી હતી કે આ કેસમાં હાલ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ જેલમાં હોય તો પીડિત પરીવારનેરૂ.14.62 કરોડ જેટલી વળતર પેટની રકમ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ખાતામાં જમા કરાવી દીધી છે.
આ ઉપંરાત શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમજ પાલિકાનું વિસર્જન કરીને ના ચૂંટાયેલ બોડીનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે.જેથી હવે આ કેસને હાલ પૂર્ણ કરી દેવામાં આવે તેવી માગણી કરી હતી.જોકે સામે પક્ષે બચાવ પક્ષના વકીલ દ્વારા ઑરેવા ગ્રુપની અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આ કેસમાં હજુ તપાસ બાકી છે જેમાં ઝૂલતા પુલના રીનોવેશન માટે ટેન્ડર પ્રક્રિયા થઈ હતી કે કેમ ઓરવા ગ્રુપને કોંન્ટ્રક્ટ કેવી રીતે મળ્યો કોણે આ માટે ભલામણ કરી તે વિગત સામે આવવાની બાકી છે જેથી આ વિગતો બહાર લાવવી જરૂરી છે.જેથી આ દુર્ધટનામાં તમામ બાબતોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુઓ મોટો કેસ પુર્ણ ન કરવામાં આવે તેવી માગણી કરી હતી.કોર્ટે આવેલી અરજી બાબતે કોઈ નિર્ણય આપ્યો ન હતો અને નવી સુનવણીની તારીખ આપી હતી.

