માળીયા મી તાલુકાના બગસરા ગામ આસપાસ અનેક મીઠાના કારખાના અગર આવેલ છે અને આ અગરમાંથી દરરોજ મીઠું ભરીને નીકળતા ટ્રક ચાલકો નીકળે છે .આ ટ્રક ચાલકો ની દાદાગીરીથી ગ્રામજનો બેહાલ થઇ ગયા છે. સ્થાનિકો માટે મુસીબત સમાન બની ગઈ છે.ટ્રક ચાલકો મન ફાવે ત્યાં મીઠું ભરેલ ટ્રક ખાલી કરી નાખે છે તો દિવસ દરમિયન ટ્રક ઓવર લોડ ભરીને નીકળે છે આ ઉપરાંત મીઠા ભરેલ ટ્રક પર ટાલપત્રી પણ બાંધતા પણ નથી. જેના કારણે જ્યારે વાત કરવામાં આવે તો પોતાના અંગત સ્વાર્થ માટે ચાલતી મીઠું પકવીને પોતાને લાભ અને ગામ ને આજીવન થી ગામ તમામ જમીન માં ખારાશ કરી નાખેલ છે અને મન ફાવે એમ ગામ વચ્ચે થી મીઠું ભરી ને નિકળે ત્યારે ધુળ ડમરી ઊડીને અમારા ધરમાં આવે છે અને ગામ ના બાળકો ને સ્કુલ જવાનો આ એક જ રસ્તો હોય આકસ્મિક રીતે ગાડીમાં માં કોઈ નું બાળક આવી જાસે તો જવાબદારી કોની? તો ગામ નજીક ચાલતી મીઠાની ફેકટરીઓ માંથી મીઠું ભરીને ગામને અનેક નુકસાન કરેલ છે. જ્યારે આજે ખરાબાની જગ્યાએ મીઠાનો ઢગલો વચ્ચે કરીને ભાગી નિકળે છે જો આં ઢગલાથી કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? તેગવા પ્આરશ્નાનો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે માટે મોરબી ની તમામ કચેરીઓમાં છેલ્લા બે વર્ષથી થી ખેડૂત તથા ગામ જનો સાથે ગામ પંચાયત ની અનેક રજૂઆતો કરી હતી પણ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરેલ નથી.અને આ કારણસર તંત્ર જો કાંઈ નિકાલ નહિ કરે તો આસપાસના ગામ લોકોએ ખટારો રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

