માળિયા મિયાણાના વર્ષામેડી ગામની સીમમાં આવેલ શ્રી રામ ટ્રેડીંગ નામની પેઢીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના વતની હકરૂભાઈ હુરતિંગભાઈ રાવત નામના શ્રમિક કામ કરતી વખતે લોખંડનો ઘોડો એક જગ્યાથી બીજી જગ્યા એ ફેરવી રહ્યા હતા તે વખતે વીજ લાઈનને અડી જતા યુવકને વીજ શોક લાગ્યો હતો.વીજ શોકના કારણે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે યુવકની સારવાર સફળ થઇ શકી ન હતી અને તેનું સિવિલ હોસ્પિટલમાં જ મોત થયું હતું બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતો

