મોરબી શહેરના નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીક શુક્રવારે રાતે એક અજાણ્યો યુવક ટ્રેન હળફેટે ચઢી જતા કમકમાટી ભર્યું મોત થયું હતું બનાવ બાદ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની અંદાજીત ઉમર 45 વર્ષ હોવાનું સામે આવ્યું છે

