કારકિર્દીની અતિ મહત્વની કહી શકાય તેવી ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શાંતિ પૂર્ણ રીતે શરુ થઇ ચુકી છે વહેલી સવારથી બાળકોમાં પરીક્ષાને લઇ ઉત્સાહ જોવાં મળ્યો હતો મોટા ભાગના વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્રમાં પહોચી ગયા હતા. મોટા ભાગના પરીક્ષા કેન્દ્ર બહાર સ્ટાફ દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ ચાંદલો કરી મો મીઠું કરાવ્યું હતું અને પરીક્ષા કોઈ પણ ભય વિના શાંતિ પૂર્ણ રીતે પૂરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ બેઠક વ્યવસ્થા પર બેસી પરીક્ષા શરુ થઇ હતી. જિલ્લા શિક્ષણ વિભાગે પણ વિધાર્થીઓ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના શાંતિપૂર્ણ અને ભય વિના પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરી હતી. મોરબીની ઝોનલ બોયઝ હાઇસ્કુલ ને ઝોનલ કચેરી તરીકે જાહેર કરવામાં આવી હતીએ અને અહીથી જિલ્લા શિક્ષણ વિભાગે ફાળવેલ ઝોનલ સ્ટાફ દ્વારા સપ્લીમેન્ટરી, બાર કોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, સહિતની તમામ સ્ટેશનરી સહિતનો સામાન તૈયાર કરવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે નક્કી કરેલ રૂટ આધારે પેપર અને સપ્લીમન્ટ્રી સહિતનો સામાન પરીક્ષા સ્થળ ખાતે રવાના કરવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ10માં 13,947 છાત્રો નોંધાયેલ છે જેમાં 7753 વિદ્યાર્થી અને 6054 વિદ્યાર્થિનીઓ છે .ધોરણ 12ની વાત કરીએ ધોરણ12, વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1731 છાત્રો અને સામાન્ય પ્રવાહના 7909 મળી કુલ 9640 ઉમેદવાર નોંધાયેલ છે જે પૈકી ધોરણ 10ની પરીક્ષા શાંતિ પૂર્ણ રીતે શરુ ગઈ હતી.

પ્રવાહ મુજબ જોઈએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ગ્રુપ A માં 537 અને ગ્રુપ B માં 1117 છાત્રો નોંધાયેલ છે. આ ઉપરાંત એ ગ્રુપના 23 અને B ગ્રુપના 54 છાત્રો મળી કુલ 77 છાત્રો રીપીટર તરીકે નોંધાયેલ છે.જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો જિલ્લામાં 6964નિયમિત,265 રીપીટર 48 છાત્રો આઇસોલેટ 495 ખાનગી ઉમેદવાર અને 137 ખાનગી રીપીટર એમ કુલ 7909 છાત્રો નોંધાયેલા છે.
જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષાર્થીઓને નજીકનાં સ્થળે અને જરૂરી સુવિધા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્ર ની ફાળવણી કરી છે.મોરબી જિલ્લામાં મોરબી વાકાનેર,ટંકારા અને હળવદ એમ ચાર તાલુકાના 82 બિલ્ડીંગ માં 825 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે ધોરણ મુજબ જોઈએ
તો ધોરણ10 જિલ્લામાં 46 બિલ્ડિંગ ફાળવાયા છે જેમાં 472 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે ધોરણ12માં 36 બિલ્ડિંગમાં 353 બ્લોક ફાળવવામાં આવ્યા છે. આ 36 બિલ્ડિંગ પૈકી 8 બિલ્ડિંગ અને 88 બ્લોક ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ માટે બાકીના 28 બિલ્ડિંગ અને 265 બ્લોક સામાન્ય પ્રવાહ માટે ફાળવણી કરાઈ છે.આ તમામ કેન્દ્રમાં સીસીટીવી કેમેરા બેસવાની વ્યવસ્થા તેમજ પરીક્ષા દરમીયાન પરીક્ષાર્થીને કોઈ મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા કરાઇ છે.તો બોર્ડની પરીક્ષા સુચારુ રૂપે યોજાઇ શકે તે માટે જેટલા બ્લોક સુપરવાઈઝર, બિલ્ડિંગ સુપરવાઈઝરની રિસિવિગ ડીસેપચ કામગીરી માટે તેમજ રિઝર્વ સ્ટાફ મળી કુલ 1600થી વધુનો સ્ટાફ આ પરીક્ષા કામગીરીમાં જોડાશે તેમ ઇન્ચા .જિલ્લા શિક્ષાધિકારીની નિલેશ રાણીપાએ જણાવ્યુ હતુ.

