મોરબી પાલિકાની ઝૂલતા પુલ દુઘર્ટના બાદ મોરબી પાલિકા તંત્રમાં ચાલતી પોલમપોલ સામે આવી હતી પાલિકાની ચૂંટાયેલા પ્રતિનિધિ કામગીરીના નામે મોટા પ્રમાણમાં કરેલી બેદરકારી જ સામે આવી છે.બીજી તરફ મોરબીના ઝૂલતા પુલ દુઘર્ટનામાં એક તરફ સરકાર દ્વારા પાલિકા સુપર સિડ કરવાની પ્રકિયા તેજ કરી દીધી છે તો બીજી તરફ આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ પણ આ મુદ્દે સખત વલણ અપનાવતા પાલિકા બરોબર ભીંસમાં ભરાઈ હોય તેવી હાલત થઈ ચૂકી છે. ઝૂલતાં પુલ મુદ્દે હાઇકોર્ટના વલણ નો અનુભવ ફરી એકવાર પાલિકાને થયો છે કારણ કે મોરબી પાલિકા તરફથી ગુજરાત હાઇકોર્ટ માં અરજન્ટ સુનવણી મુદે કરવામાં આવેલ અરજીમાં થયો છે.મળતી માહિતી મુજબ મોરબી પાલિકાને સુપર સિડ કરવા મુદ્દે શહેરી વિકાસ વિભાગે આપેલી સુપર સિડ અંગેની નોટિસ મુદ્દે મોરબી પાલિકાના કેટલાક કાઉન્સિલર દ્વારા હાઇ હાઇકોર્ટમાં અરજી કરીને જલદી સુનવણીની માગ કરી હતી જોકે હાઈકોર્ટે આ માગણીને નકારી દીધી હતી સાથે સાથે ટકોર પણ કરી હતી કે સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય લે તો તેની સામે અરજી કરી શકશે હાલ આ કેસમાં સુનવણીની કોઈ જરૂરિયાત ન હોવાનો જણાવ્યું હતું. આ મુદ્દે અરજદારે એવી દલીલ કરી હતી કે મોરબી નગરપાલિકા ના રીઝોલ્યુશન મુજબ તમામ સભ્યોનો જવાબ 16 ફેબ્રુઆરી સુધીમાં ન મળે તો તેઓને આશંકા છે કે સરકાર પાલિકાને સુપરસિડનાં મુદે એક તરફી હુકમ કરી શકે છે રાજ્ય સરકાર આ નોટિસનો જવાબ આપવા પૂરતો સમય આપે તેવી રજૂઆત કરી હતી.

