શિવરાત્રી પર્વને ગણતરીના દિવસ બાકી છે અને ત્યારે શિવાલયમાં ભગવાન શિવજીની પૂજા અર્ચના અને શિવરાત્રી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા તૈયારી થઈ રહી છે તો શિવરાત્રી નિમિત્તે અનેક લોકો નિર્જળ ઉપવાસ કરતા હોય છે અને શિવજીને મનાવવા પ્રયાસ કરે છે જોકે જાહેર માર્ગો પર નોનવેજ અને ઈંડાના વેચાણ થી ભક્તોને અરુચિ ઉત્પન્ન થતી હોવાની ફરિયાદ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને શિવરાત્રી નિમિત્તે જાહેર માર્ગો પર નોનેવેજ વેચાણ તેમજ કતલખાના બંધ રાખવાની માગણી કરી હતી.
તા ક 18નાં રોજ હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી હોય અને આ પવિત્ર દિવસે હિન્દુ સમાજના દરેક લોકો એ ભગવાન શિવની પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે તો આ પવિત્ર દિવસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે.બીજી તરફ જાહેર માર્ગો પર ઈંડાની લારી અને નોનવેજનું વેચાણ પણ થતું હોય છે જેથી ભક્તોને ઉપવાસ દિવસે અરુચિ ઉત્પન્ન થાય છે આ કારણસર તહેવાર દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ અથવા કતલખાના ચાલુ હોય તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે અને એ જાહેરનામા ની કડક અમલ પણ થાય તે અંગે વીએચપી કાર્યકરોએ જિલ્લા કલેક્ટર ને આવેદપત્ર પાઠવ્યું હતું અને આ અંગેનું મોરબી જિલ્લા માં પણ એ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

