HomeGujaratમોરબીમાં તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી અગામી દિવસોમાં પક્ષના હોદેદારોને છેવાડાના લોકો...

મોરબીમાં તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી અગામી દિવસોમાં પક્ષના હોદેદારોને છેવાડાના લોકો સુધી પહોચવા ટકોર

મોરબી તાલુકા ભાજપ દ્વારા રવાપર ખાતે વિધાનસભા ચુટણી બાદ પ્રથમ કારોબારી બેઠક ની શરુઆત વંદે માતરમ ગાન થી કરવામા આવી બાદમા પુલ દુર્ઘટનામા દિવંગતોને તથા વડાપ્રધાનના માતા હિરાબાને તેમજ મોરબીના ભાજપ પરીવારના અવસાન પામેલા વરિષ્ટ કાર્યકર્તાઓને શ્રધાજંલી આપતો શોક પ્રસ્તાવ રજુ કરવામા આવ્યો

આ કારોબારી બેઠક મા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત વિધાનસભાનીજીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીજી તથા દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો સિંહ ફાળો રહ્યો એ ઉપરાંત રાજ્ય બહારના ભાજપના નેતાઓ અને પ્રવાસી કાર્યકર્તાઓ પણ પક્ષની આ જીતમા મહત્વની ભૂમિકા અદા કરી છે.


ઐતિહાસિક પરિણામો લાવવામા સામાન્ય કાર્યકર્તાથી લઇને હોદેદારો,ચુટાયેલા પ્રતિનિધિઓ શુભેચ્છકો,સમર્થકોનો આજની કારોબારીમા આભાર માનવાના આવ્યો હતો.

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયાની અધ્યક્ષતામા યોજાયેલ કારોબારી મા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તથા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા,આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઇ ટમારીયા,સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેધી, ભાજપ આગેવાન જીજ્ઞેશભાઇ કૈલા,કે. એસ. અમૃતિયા,વિશાલભાઇ ધોડાસરા, રવિભાઇ શનાવળા,કાનજીભાઇ ચાવડા, રાકેશભાઇ કાવર,બચુભાઇ ગરચર, બચુભા રાણા સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW