રાજ્યમાં વસતા બીપીએલ અને અંત્યોદય યોજના સાથે જોડાયેલ ગરીબ પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા દરે અનાજ અને અન્ય જરૂરી ખાદ્ય સામગ્રી સસ્તા અનાજ દુકાનથી વર્ષોથી પુરા પાડવામાં આવે છે જોકે આ ગરીબના કોળિયા પર કેટલાક અનાજ માફિયા નજર નાખીને બેઠા હોય છે અને આ અનાજ ગરીબના આપવાના બદલે બારોબાર ગોડાઉન કે સસ્તા અઅનાજ દુકાને થી ઘર કરી જાય છે સસ્તા અનાજ દુકાનથી આ પ્રકારની ગેર રીતી દુર કરવા સરકાર દ્વારા પ્રયાસો કરતા તેમાં મોટા પ્રમાણમાં સુધારો આવ્યો છે પરંતુ હજુ પણ પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી આ અનાજ બારોબાર કોઈની હોટેલોમાં દુકાનમાં કે ફેક્ટરીઓમાં જતું રહે છે રાજ્યમાં દર વર્ષે સરકારી અનાજનું કૌભાંડ થતું હોય છે અને અનેક વખત આવતા કૌભાંડ સામે પણ આવતા હોય છે. કૌભાંડીયો ગરીબોના હકનું અનાજ સગેવગે કરી બેફામ ગેરરીતિ કરતા હોય છે ત્યારે આ કૌભાંડને રોકવા માટે સરકાર એક્ટિવ મોડમાં આવી છે અને રાજ્યના તમામ ગોડાઉનમાં CCTV લગાવાવની જાહેરાત કરવામાં આવી છે અને આ અંગેની પ્રકિયા પણ હાથ ધરી છે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તમામ 248 ગોડાઉનમાં આશરે 6000 કેમેરા લગાવી પણ દેવામાં આવ્યા છે. એટલું જ નહીં જિલ્લા લેવલે આ કેમેરના મોનિટરિંગ સ્ક્રિન પણ લગાવી દેવામાં આવી છે ત્યારે રાજ્ય લેવલે હેડ ઓફિસમાં સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરાઈ રહ્યો છે. જ્યાં રાજ્યના તમામ ગોડાઉનનું મોનિટરિંગ થશે

