HomeGujaratમોરબીના આંદરણા નજીક વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ, ચાલક ફરાર

મોરબીના આંદરણા નજીક વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ, ચાલક ફરાર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેમને એક ચોક્કસ અને સંયુક્ત બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના આંદેરણા ગામની સામે પાધેડા વિસ્તારમાં ખરાબમાં એક સફેદ કલરની હુન્ડાઇ વેરના કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવેલો છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ ઘટનાસ્થળે રેઇડ પાડી હતી. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. વેરના કારમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની રૂ. 76,800ના કિમતની કુલ 960 બોટલો મળી આવી હતી, પોલીસે રૂ. 3 લાખની કિમતની કાર સહિત કુલ રૂ. 3.76 લાખના કિમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW