ઝૂલતા પુલ દુઘર્ટનામાં પોલીસે ઑરેવા ગ્રુપના ૨ મેનેજર દીપક પારેખ દિનેશ દવે તેમજ દેવ પ્રકાશ સોલ્યુશનના સંચાલક દેવાંગ પરમાર, પ્રકાશ પરમાર ઉપરાંત ટિકિટ ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ સહિત ૭ લોકોને ઝડપી લીધા હતા અને ૯૦ દિવસ બાદ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જ સીટ ફાઈલ કરી હતી આ ચાર્જ સીટ ફાઈલ થયા બાદ કેસ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કેસ ટ્રાન્સફર થયા બાદ આરોપીઓના વકીલે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેના પર ગુરુવારે મેજિસ્ટ્રેટ પી.સી જોશીની કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી બન્ને પક્ષ દ્વારા જામીન આપવા કે ન આપવા બાબતે તર્ક રજૂ કરવામાં આવ્યા હતાં જે બાદ મેજિસ્ટ્રેટ દ્વારા જામીન અરજી પર નિર્ણય શનિવાર સુધી સુરક્ષિત રાખ્યો હતો આજે ફરી એકવાર આ અરજી પર સુનવણી હાથ ધરી હતી અને કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. અને તમામ આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો. હવે આરોપીઓ પાસે જામીન અરજી માટે આરોપીઓ ઉપલી કોર્ટમાં અરજી કરવાનો વિકલ્પ બચ્યો છે હવે આરોપીઓ ઈચ્છે તો ઉપલી કોર્ટમાં અરજી કરી શકે છે.

