પોરબંદરની જાણિતી આર્યકન્યા ગુરુકુળમાં વિદ્યાર્થિનીઓ સાથે અનૈતિક સબંધ રાખવા માટે અન્ય વિદ્યાર્થિનીઓ દબાણ કરતી હોવાનો એક મામલો ભારે ગરમાયો છે. ચારેબાજુ એની જ ચર્ચા કરવામાં આવી રહી છે.
પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળમાંથી આ હચમચાવી દેતી ઘટના સામે આવી છે.આર્ય ગુરુકુળ પર વિદ્યાર્થિનીઓને સજાતીય સંબંધ રાખવા અન્ય વિધાર્થિનીઓ દબાણ કરતી હોવાના અનેક આક્ષેપો પણ નાખ્યા છે જે ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે આ સમગ્ર મામલો બહાર આવતા પોરબંદરમાં હોબાળો થયો છે. પરંતુ બીજી છાત્રાઓ સાથે કોઈ ઘટના ન બને તેની ચિંતા વાલીઓ વ્યક્ત કરી હતી અને આ મુદે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાસે રજુઆત કરી છે.ત્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ વાલીઓ અને પીડિતાનું નિવેદન નોંધી આગળ તપાસ શરૂ કરી દીધી છે અને તમામને ન્યાય મળશે એવી પણ બાંહેધારી આપી છે.
દીકરીઓના શિક્ષણ માટે પોરબંદર સહિત દેશભરમાં જાણીતી એવી આર્ય કન્યા ગુરુકુલ સંસ્થામાં વિદ્યાર્થિનીઓ દ્વારા અન્ય વિદ્યાર્થનીઓ સાથે સજાતીય સંબધો બનાવવા માટે મજબૂર કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ગુરુકુલ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ કર્યાં હતા. જેથી આ સંસ્થા ભારે વિવાદમાં આવી છે. સિનિયર વિદ્યાર્થિનીઓ દ્વારા અન્ય વિદ્યાર્થિનીઓ સાથે સજાતીય સંબંધો બનાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે, તો અહીં ગુરુકુલની બે રેક્ટર પણ આમાં સાથ આપતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
જાતીય સંબંધો બનાવવા વિદ્યાર્થિનીઓ દ્વારા ચીઠ્ઠીઓ પણ લખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી ચિઠ્ઠી પણ વિદ્યાર્થિનીઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં લખવામાં આવેલા બીભત્સ લખાણને વાંચીને વિદ્યાર્થિનીઓના વાલીઓ દ્વારા ગુરુકુલ ખાતે જઇને આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ તેમના વાલીઓને જણાવતા વિદ્યાર્થિનીઓ તેમના વાલીઓ સાથે ગુરુકુલના સંચાલકો અને આચાર્ય સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે સંસ્થાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી આ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતુ.
આ મામલે આજે પોરબંદર ખાતે આવેલા બાળ કલ્યાણ સમિતિના સભ્યો રજુઆત કરવા માટે વિદ્યાર્થિનીઓ તેઓના વાલીઓ સાથે પહોંચી હતી. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, વિદ્યાર્થિનીઓએ તેઓ સાથે આવું થઈ રહ્યું છે. તે અંગે બેથી ત્રણ વખત સંસ્થામાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેઓની વાત ધ્યાને લેવામાં આવી ન હતી. આ ગુરુકુલમાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીઓ સાથે આવી ઘટના ક્યારેય ન બને તે માટે અમે આગળ આવ્યા છે તેવું વાલીઓએ જણાવ્યું હતુ.
આ સંસ્થાના સંચાલકો તેમજ ગુરુકુલના પ્રિન્સીપાલ દ્વારા આ આક્ષેપોને ખોટા ગણાવી તેઓની સંસ્થા નામાંકિત સંસ્થા હોવાનું જણાવ્યું હતુ. આ મામલે આજે વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓ બાળ કલ્યાણ સમિતિને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સહિતના સભ્યોએ તેઓની રજુઆતને સાંભળી કાઉન્સિલીંગ કર્યા બાદ વિદ્યાર્થિની અને તેમના વાલીઓએ જે પણ કાર્યવાહી કરવી હોય તેમા સાથે અને સહકાર આપશે તેવું સમિતિના ચેરેમેને જણાવ્યું હતુ. આ બાળ કલ્યાણ સમિતિના મહિલા સભ્યએ એવુ જણાવ્યુ હતુ કે, આ દિકરીએ અવાજ ઉઠાવ્યો તેને શાબાશી આપુ છુ. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકે તેમ તેઓએ જણાવ્યું હતું.

