HomeGujaratમોરબી: ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલના આગોતરા જામીન અરજી...

મોરબી: ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલના આગોતરા જામીન અરજી પર 1 ફેબ્રૂઆરીની મુદત પડી

મોરબીના દર્દનાક ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેની આજે સુનવણી હાથ ધરવાની હતી જોકે સરકારી વકીલ તેમજ આરોપી તરફી વકીલ હાજર રહ્યા ન હતાં. જોકે આ કેસમાં પોલીસે સોગંદનામુ કરી પોતાની વાંધા અરજી મૂકી હતી સાથે સાથે આ કેસમાં ભોગ બનનારના પરિવાર દ્વારા મોરબીના ધારાશાસ્ત્રી દિલીપ અગેચનીયા વતી વાંધા અરજી મૂકી હતી જેમાં તેઓએ માગણી કરી હતી કે આ કેસમાં વાંધા અરજી કરનાર મૃતકન સીધી લીટીના વારસદાર હોય જેથી તેમને પક્ષકાર બનાવવાના આવે અને તેમને પણ સંભાળવામાં આવે મેજિસ્ટ્રેટ દ્વારા પણ આ અરજી સ્વીકારી લેવામાં આવી હતી અને આ આગોતરા જામીન અરજી માટેની મુદત આગામી૧ ફેબ્રઆરી મુકરર કરી હતી હવે આ જામીન અરજી પર આગામી ૧ ફેબ્રુઆરીના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW