HomeGujaratરાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી,માયનસ 6 ડિગ્રી સાથે આબુ બન્યું બરફ જેવું, રાજ્યમાં...

રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી,માયનસ 6 ડિગ્રી સાથે આબુ બન્યું બરફ જેવું, રાજ્યમાં જુઓ ક્યાં કેટલી ઠંડી

હાલ દેશભરમા ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. રાજ્યમા પણ કડકડતી ઠંડી સાથે બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમા કચ્છનુ નલિયા સૌથી વધારે નીચા તાપમાને છે. આ સાથે રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીએ કેહર વર્તાવ્યો છે. અહી કાયમથી કાયમ પારો હવે ગગડી રહ્યો છે. હવે તાપમાનમાં માયનસમાં નોંધાય રહ્યુ છે.

મળતી માહિતી મુજબ માઉન્ટ આબુમાં માયનસ છ ડિગ્રી અને ગુરુશિખરમા માયનસ 9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. બર્ફીલી ઠંડીની મોજ માણવા હાલ આબુમા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. નીચા તાપમાનમાં હજારોની સંખ્યામાં અહી લોકો આવી પહોંચતા માઉન્ટ આબુની બધી હોટલો ભરચક થઈ હતી.

આ સાથે બનાસકાઠાના થરાદના દુધવા ​​​​​​​ગામમાં પણ બરફના થર જામી ગયેલા દ્ર્શ્યો સામે આવ્યા છે. વાહનો પર બરફનો થર જામી ગયેલા વીડિયો લોકો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. આ સાથે ડીસામાં ન્યૂનતમ તાપમાન 8.2 ડીગ્રી નોંધાયું છે.

રાજ્યમાં અલગ અલગ શહેરનું વાતાવરણ જોઈએ તો ભુજમાં ન્યનતમ 8 ડીગ્રી અને મહતમ 25 ડીગ્રી,નલીયા માં ન્યનતમ 1 ડીગ્રી અને મહતમ 23 ડીગ્રી ભાવનગરમાં ન્યનતમ 10 ડીગ્રી અને મહતમ 24 ડીગ્રી,દ્વારકા ન્યનતમ 12 ડીગ્રી અને મહતમ 12 ડીગ્રી, ઓખામાં ન્યનતમ 8 ડીગ્રી અને મહતમ 23 ડીગ્રી,પોરબંદરમાં ન્યનતમ 11 ડીગ્રી અને મહતમ 26 ડીગ્રી,રાજકોટ ન્યનતમ 8 ડીગ્રી અને મહતમ 26 ડીગ્રી,વેરાવળમાં ન્યનતમ 12 ડીગ્રી અને મહતમ 26 ડીગ્રી, કેશોદમાં ન્યનતમ 7 ડીગ્રી અને મહતમ 25 ડીગ્રી,અમદાવાદમાં ન્યનતમ 10 ડીગ્રી અને મહતમ 25 ડીગ્રી,ગાંધીનગર ન્યનતમ 8 ડીગ્રી અને મહતમ 25 ડીગ્રી તાપમાન નોધાયું હતું

ગુજરાતમાં ફરી ઠંડી વધી છે. આ સાથે અંબાલાલ પટેલે પણ આગી કરી છે કે રાજ્યમાં આગામી 3-4 દિવસ સુધી હજુ પણ પારો નીચો જશે. કડકડતી ઠંડીનો અનુભવ થશે.

આ સિવાય દેશના ઉત્તરી અને મધ્ય વિસ્તારમા ઠંડીનો ચમકારો અનુભવ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજ્બ દિલ્હીમાં તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો છે. અંબાલાલ પટેલે કહ્યુ છે કે પહાડો પરથી બરફીલા પવન મેદાનો તરફ વાય રહ્યા છે જેના કારણે અમુક વિસ્તારોમાં આવતીકાલથી જ ઠંડીમા હજુ પણ વધારો થશે.

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં આ કોલ્ડવેવ રહેશે. આવી સ્થિતિમા જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય થશે તો શીતલહેરનો અનુભવ થશે.

રાજ્યમાં 3થી 6 ડિગ્રી સુધી તાપમાન ઘટવા આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે વાત કરીએ હાલના તાપમાન અંગે તો રાજ્યના 5 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે જેમા કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર હાલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW