મોરબીના શનાળા રોડ ઉપર રહેતા અને રમેશભાઈ રમણીકભાઈ ધામેચાના ભત્રીજા સુનીલભાઈએ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા મહાવીરસિંહ પાસેથી રૂ. 15 લાખ વ્યાજે લીધા બાદ આ વ્યાજખોરે 15 લાખના બદલે 45 લાખ વ્યાજ આપવા માંગ કરી એક દુકાનનું નોટરી લખાણ કરાવી લીધું હતું તેમજ મોરબીમાં જ્યાં મળે ત્યાં જાનથી મારી નાખવા ધમકી આપી હતી જેથી રમેશભાઈએ રેન્જ આઇજીના લોકદરબારમાં ન્યાયની આજીજી સાથે પોલીસને કંપાવનારી રજુઆત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતા અને દરજીકામ કરતા રમેશભાઈ રમણીકભાઈ ધામેચા આધેડના ભત્રીજા સુનીલભાઈએ ત્રણ વર્ષ પહેલા ધંધા માં જરૂર પડતા મૂળ ભીમકટા અને હાલમાં કાલિકા પ્લોટમાં રહેતા મહાવીરસિંહ મનુભા જાડેજા પાસેથી 15 લાખ રૂપિયા 4 ટકા વ્યાજે લીધા હતા અને બદલામાં 14.50 લાખ ચૂકવી આપ્યા હતા અને જયારે જયારે વ્યાજ ચુકવવામાં વિલંબ થાય તો 10 ટકા પેનલ્ટી અને વ્યાજ વસુલતા હતા.મુદ્દલ જેટલું વ્યાજ વસૂલવા છતા પણ વ્યાજખોર મહાવીરસિંહ મનુભા જાડેજાએ વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી તેમની દુકાનનો દસ્તાવેજ લઈ દુકાનનુ વાવડી રોડ ઉપર રહેતા ગોપાલ ઉર્ફે ગજેન્દ્ર ભટ્ટના નામનું નોટરી લખાણ કરાવી લઈ ભત્રીજાને અસહ્ય ત્રાસ આપતા ભત્રીજો ઘર છોડીને ચાલ્યો ગયો છે અને હાલમાં જ્યાં પણ આ મહાવીરસિંહ મળે ત્યાં ફરિયાદી રમેશભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી કોરા ચેક પડાવી લેતા આ શખ્સ હવે તેઓને મોરબીમાં નહીં રહેવા દે તેવું જણાતા રેન્જ આઇજી સમક્ષ રજુઆત કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ 387,384, 504,506(2) તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ ફરિયાદ નોંધવામાં આવી

