HomeGujaratSaurashtra Kutchhહળવદના સાપકડામા રોટાવેટરમા આવી જતાં ખેડૂતનું મોત

હળવદના સાપકડામા રોટાવેટરમા આવી જતાં ખેડૂતનું મોત

દુર્ઘટનામા ખેડુતનુ મોત : મૃતકના બે મહિના પહેલાં જ થયાં હતાં લગ્ન

હળવદના સાપકડામા ફરી એકવાર ટ્રેકટરથી ખેતી કરતાં દુર્ઘટના સર્જાય છે અને બન્ને ઘટનામા ખેડુત મોતને ભેટ્યા છે જેમાં ગતકાલે સાપકડાના ખેડુત રાત્રે ભત્રીજા સાથે ગયેલાં ખેડુતનો પગ લપસી જતાં રોટાવેટરમા આવી જતાં મોત નિપજ્યુ હતું જેથી કરીને લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ હળવદના સાપકડા ગામે રહેતા ખેડુત રમણીક ઉર્ફે રમેશભાઈ કાનજીભાઈ મકવાણા ગતરાત્રીના રોજ ભત્રીજા સાથે ખેતી કરવા માટે ગયા હોય અને તે દરમિયાન પગ લપસી પડતાં રોટાવેટરમા આવી જતાં મોત નિપજ્યુ હતું અને બનાવના પગલે પરીવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે મૃતક રમણીક ઉર્ફે રમેશભાઈના બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં અને ત્યારે બનાવ બનતા પરીવારજનોમા શોકની લાગણી ફેલાઈ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW