HomeGujaratમોરબીમાંથી ભચાઉનોશખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો ,૩ બાઈક જપ્ત

મોરબીમાંથી ભચાઉનોશખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો ,૩ બાઈક જપ્ત

મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા વાહન ચોરીના બનાવ વચ્ચે એક તરફ વાહન ચાલકો પોતાના કિમતી વાહનો ગુમાવી રહ્યા છે તો બીજી તરફ પોલીસ લોકોનો વિશ્વાસ. ત્યારે આવા વાહન ચોરી થતા બનાવ અટકાવવાં પોલીસ એક્શનમાં આવી હોય તેમ એસપી રાહુલ ત્રિપાઠીએ વાહન ચોરીના અન ડીટેકટ કરવા આપેલ સુચનાને પગલે એ ડીવીઝન પોલીસ મથકના ઇન્ચા.પી આઈ એચ.એ.જાડેજાએ અલગ અલગ વિસ્તારમાં ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી દરમિયાન મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી તપાસ કરતા શંકા સ્પદ બાઈકની કડી હતી જેના આધારે તપાસ કરતાસ પંચાસર ચોકડી ખાતેથી નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેની પુછપરછ કરતા તેને પોતાનું નામ અબ્બાસભાઇ ઓસમાણભાઇ કકલ અને ભચાઉ ભવાનીપુર નવીભચાઉ મેલડીમાતાના મંદીર સામે રેહતા હોવાનું જણાવ્યુ હતું આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ બાઈક મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીનુ હોવાનુ સામે આવતા આરોપી અબ્બાસની અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તપાસ દરમ્યાન વધુ-ર મોટર સાયકલ મળી કુલ-૩ મોટર સાયકલ રીકવર કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW