મોરબી જિલ્લાના જળાશયોમાં તેમજ નર્મદા કેનાલમાંથી ચાલુ વર્ષે પાણી સમયસર છોડવામાં આવતા ખેડૂતોમાં રવિ પાકનું સમયસર વાવેતર કરી શક્યા છે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 16 સપ્ટેમ્બર સુધીમાં 1,17,845 હેક્ટરનું વાવેતર થઈ ચૂક્યું છે. આ વાવેતર ગત વર્ષ થયેલ વાવેતર મુજબ છે માત્ર 245 હેકટરમાં નજીવા ઓછી વાવણી થઈ રહી છે. એટલે કે ગત વર્ષ કરતાં સાવ નજીવું વાવેતર ઓછું છે જોકે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોઈએ તો 107 ટકા જેટલું વાવેતર થયું છે તો આગામી સપ્તાહમાં તેમાં વધારો થવાની સંભાવના છે. મોરબી જિલ્લામાં ગત વર્ષની તુલનામાં ચણામાં 210 હેકટર , ધાણા4510 હેકટર,જીરુંમાં 3822 હેક્ટરમાં વરિયાળી સહિતના પાક વધારો થયો છે તો બીજી તરફ ઘઉં 2305 હેકટર રાય 2032 હેકટર લસણમાં 1561 હેકટર તેમજ ડુંગળી 1683l4 સહિતના પાકમાં ઘટાડો નોંધાયો છે. જોકે આગામી સપ્તાહમાં વધારો થવાની શક્યતા છે
જિલ્લામાં ચાલુ વર્ષે વાવેતરની સ્થિતિ જોઈએ તો 32095 હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે આ ઉપરાંત 26510 હેક્ટરમાં ચણાનું 9068 હેક્ટરમાં રાઈનું,26022 હેકટરમાં જીરુંનું વાવેતર થયું હતું સાથે સાથે 7510 હેક્ટરમાં ધાણા, 1739 હેકટરમાં લસણ, 4685હેકટરમાં વરિયાળી નું વાવેતર થયું છે.
(બૉક્સ)હળવદમાં સૌથી વધુ 47940 હેકટર જ્યારે માળીયામાં માત્ર 5550 હેકટર
તાલુકો ત્રણ વર્ષમાં સરેરાશ હાલનું વાવેતર (હેક્ટર)
હળવદ 39438 47940
માળિયા 7372 5550
મોરબી 27607 24770
ટંકારા 21245 23440
વાંકાનેર 13405 16145
કુલ 109067 117845

