HomeNationalશ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબની જામીન અરજી પર આજે કોર્ટ સુનાવણી કરશે

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબની જામીન અરજી પર આજે કોર્ટ સુનાવણી કરશે

નવી દિલ્હી: દેશ દુનિયામાં ચર્ચિત શ્રધ્ધા મર્ડર કેસમાં તેના આરોપી આફતાબની ધરપકડ કરવામાં આવી હતી.આફતાબ અમીન પૂનાવાલાએ તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલ્કરનું ગળું દબાવવા અને તેના શરીરના ટુકડા કરવાના આરોપ લાગ્યા હતા ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન અવનવા ચોકાવનાર ખૂલાસા થઇ રહ્યા હતા આ કેસમાં પોલીસ દ્વારા મોટા ભાગની તપાસ પૂર્ણ કરી દીધિ છે ત્યારે આરોપી શુક્રવારે જામીન મેળવવા માટે અહીંની કોર્ટમાં અરજી કરી હતી, એમ તેના વકીલે જણાવ્યું હતું. શનિવારે એડિશનલ સેશન્સ જજ વૃંદા કુમારી સમક્ષ સુનાવણી થવાની શક્યતા છે, એમ તેમણે ઉમેર્યું હતું.કેસમાં પ્રારંભિક તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાથી અને ચાર્જશીટ દાખલ કરવાની બાકી હોવાથી આરોપીને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો કોઈ હેતુ નથી, એમ વકીલે જણાવ્યું હતું.

આફતાબે કથિત રીતે શ્રધ્ધા 35 ટુકડા કરી નાખ્યા હતા અને તેને 300 લિટરના રેફ્રિજરેટરમાં દક્ષિણ દિલ્હીના મહેરૌલી સ્થિત તેના નિવાસસ્થાને લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખ્યા હતા, અને ઘણા દિવસો સુધી તેને સમગ્ર શહેરમાં ફેંકી દીધા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW