ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાઈકોર્ટના કડક વલણ જોતા રાજ્ય સરકાર આ ઘટનામાં કડક કાર્યવાહી કરે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે તેમાં પણ સરકાર પાલિકાને સુપરસીડ જાહેર થાય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. હવે સુપરસીડ થવાનો ડર પાલિકાના ચૂંટાયેલા સદસ્યોમાં પણ દેખાઈ રહ્યો છે.અને પાલિકા સુપડસીડ ન થાય તેવા હવાતિયાં મારાવનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે મોરબી પાલિકાના ચૂંટાયેલા 52 માંથી 46 સભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ઓક્ટોબરના રોજ બનેલી ઝૂલતા પૂલની ઘટના સાથે તેઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ સંબંધ નથી જુલતા પુલ ખાનગી કંપનીને સોંપવાની કાર્યવાહીમાં થયેલા દસ્તાવેજમાં તેઓની ક્યાંય સહી નથી તેમ જ આ અંગે જનરલ બોર્ડમાં પણ ઠરાવ કરવામાં આવ્યો નથી જેથી તેઓની પણ કોઈ જવાબદારી નથી જો પાલિકાને સુપર સીડ કરવામાં આવશે તો તેઓ સાથે અન્યાય થશે જેથી સમગ્ર બોડીને સુપરસીડ કરવાની બદલે જે જવાબદાર હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે અને રજૂઆત કરનાર તમામ સભ્યોએ પાલિકાને નિયત મુદત સુધી ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરી છે

