મોરબી જિલ્લાની સૌથી ચર્ચિત મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં કાંતિલાલ અમૃતીયા 62 હજાર જેટલા મતની લીડથી વિજેતા બન્યા હતા. રાજ્યમાં પણ 157 જેટલી જંગી બેઠકની બહુમતી મળતા હવે નવી સરકાર રચવા ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સીએમ દ્વારા રાજીનામું આપ્યું છે હવે નવી સરકારની સપથ વિધિની તૈયારી ચાલી રહી છે ત્યારે નવી સરકારમાં મંત્રી ઓના નામની ચર્ચા તેજ થઈ ચૂકી છે અલગ અલગ વિધાનસભા બેઠકના ઉમેદવારને મંત્રી તરીકે અટકળ લાગવા માંડી છે. ત્યારે મોરબી માળીયા બેઠકના વિજેતા ઉમેદવાર કાંતિલાલ અમૃતીયા પણ મંત્રી પદ માટે દાવેદાર માનવામાં આવે છે. ત્યારે આ નવા મંત્રી મંડળમાં મોરબી થી કાંતિલાલને સ્થાન મળશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. વિજેતા બન્યા બાદ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજેલી પ્રથમ સભામાં પણ તેમના સમર્થકો દ્વારા મંત્રી પદ આપવામાં આવે તેવી વાતે જોર પકડયું છે.

