HomeGujaratભચાઉ કેનાલમાં ડૂબ્યા 3 બાળકો : 24 કલાક બાદ પણ પતો ન...

ભચાઉ કેનાલમાં ડૂબ્યા 3 બાળકો : 24 કલાક બાદ પણ પતો ન લાગ્યો

ભચાઉની નર્મદા કેનાલમાં શનિવારે સાંજે શ્રમજીવી પરિવારના ૪ બાળકો ન્હાવા પડયા હતા, તેમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે ત્રણ બાળકો કેનાલના પાણીમાં તણાઈ ગયા હતા. આ બાળકો સંપ હાઉસ પાસેના સાયફનમાં ફસાઈ ગયા હોવાની ધરણાં છે. પરંતુ ૨૪ કલાકાથી વાધુનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુાધી પાણીમાં ડૂબેલા બાળકોની કોઈજ ભાળ મળી શકી નાથી. મૃતક બાળકોના સ્વજનોએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે, ગોતાખોર ન આવતાં ૨૪ કલાક થવા છતાં બાળકોની ભાળ મળી નાથી. ઉપરછલ્લી કાર્યવાહી થઈ રહી છે અને કોઈ અિધકારી દાદ આપતાં નાથી. અમે એકલાં પડી ગયાં છીએ અને વ્હાલસોયા બાળકોના અંતિમદર્શનની આશા છે.

ભચાઉ નર્મદા કેનાલમાં ડૂબેલા બાળકો લોધેશ્વર સંપ હાઉસ પાસેના સાયફનમાં ફસાયા હોવાની આશંકા પરિજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ પાણીનું સ્તર સતત સમાંતર સ્થિતિમાં વહી રહ્યું છે. જેથી પાણી બંધ કરવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ કેનાલમાં પાણી બંધ કરવું મુશ્કેલ હોઈ પ્રવાહ વહી રહ્યો છે. જેને લઈ બાળકો મળી રહ્યા નથી તેથી હતભાગી ત્રણેય પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની લાડકવાયાની એક ઝલક નિહાળવા આંસુઓ પણ અવિરત વહી રહ્યા છે. લોકોની ભારે ભીડ વચ્ચે ગુમસુદા બાળકના પરિજને નિસાસા સાથે આજે કચ્છ આવતા પીએમ મોદી સુધી વાત પહોંચાડવા સમાચાર માધ્યમો સમક્ષ આજીજી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW