ટંકારા પોલીસ મથક ની હદમાં આવેલ તિરૂપતી એંન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયા હતા અને આ ગોડાઉનમાંથી રૂ.8.16 લાખનું જીરું તેમજ વજન કાંટો ઉપાડીચોરી લઈ ગયા હતા બીજાંં દીવસે ચોરીની જાણ થતાં ગૌડાઉનના માલિકે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી વિગતો રાજકોટના મોરબી રોડ પર આવેલી શિવધારા રેસીડન્સીમાં રહેતા પ્રવિણભાઈ મોહનભાઈ અગદાણીના ટંકારા નજીક આવેલ તિરૂપતી એંન્ટરપ્રાઈઝ ગોડાઉનને ગત ૨૫મી રાત્રીના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તિરૂપતી એંટરપ્રાઈઝ ગોડાઉનમા મોડી રાત્રીના કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ગોડાઉનનુ શટર તોડી અંદર પ્રવેશ કરી ગોડાઉનમા રાખેલ ઝીરા ના કટ્ટા નંગ ૬૮ જેની કિ રૂ ૮૧૬૦૦૦ તથા એક ઇલેકટ્રીક વજન કાંટો જેની કિ રૂ ૫૦૦૦ મળી કુલ રૂ ૮૨૧૦૦૦ ના મુદ્દામાલ ની અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

