HomeNationalપ્રધાનમંત્રી મોદીને જાનથી મારવાની ધમકી, મુંબઈ પોલીસને મળ્યો મેસેજ : મુંબઈ પોલીસ...

પ્રધાનમંત્રી મોદીને જાનથી મારવાની ધમકી, મુંબઈ પોલીસને મળ્યો મેસેજ : મુંબઈ પોલીસ તથા સાઇબર ટીમ પણ એલર્ટ…

મુંબઈ પોલીસ તરફથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીને મુંબઈની ટ્રાફિક પોલીસના Whatsapp નંબર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસે આ માહિતી મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપી છે. આ અંગે વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. જે ફોન નંબર પરથી ધમકી મળી હતી. તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ નંબર માત્ર ભારતનો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર 7 ઓડિયો ક્લિપ આવી છે. ઓડિયો ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે, બે લોકો પીએમ નરેન્દ્ર મોદીને મારવા જઈ રહ્યા છે. આ માટે તેણે ષડયંત્ર રચ્યું છે. ઓડિયો ક્લિપની સાથે વોટ્સએપ પર કેટલાક દસ્તાવેજો પણ મોકલવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે આ તમામ માહિતી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ ઈન્ટેલિજન્સને ટ્રાન્સફર કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW