HomeGujaratતંત્રની ભૂલથી નિર્દોષનો ભોગ લેવાયો:રફાળેશ્વરમાં પુત્રને તેડીને જતો યુવક ખુલી ગટરમાં પડતા...

તંત્રની ભૂલથી નિર્દોષનો ભોગ લેવાયો:રફાળેશ્વરમાં પુત્રને તેડીને જતો યુવક ખુલી ગટરમાં પડતા મોત

મોરબી શહેર હોય કે ગ્રામ પંચાયત વિસ્તાર ઠેર ઠેર ચુંટાયેલ પાંખની નિષ્ક્રિયતા અને આધિકારીની બેદરકારી અવારનવાર નિર્દોષ લોકોનો ભોગ લેતી હોય છે અને કેટલીક ઘટનામાં ઘરનો કમાનાર વ્યક્તિનું મોત થાય તો તેનું પરિવાર રઝળી પડતું હોય છે આવું જ શ્રમિક પરિવાર તંત્રની બેદરકારીનું ભોગ બન્યું છે. જેમાં રફાળેશ્વર નજીક યુવક તેના પુત્ર સાથે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો અને મોતને ભેટ્યો હતો આં બનાવથી મૃતક યુવકનો દોઢ વર્ષનો પુત્ર અને પત્ની નોધારા બની ગયા છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ બાજુમા આવેલ આરકો ક્વાર્ટઝ સિંક નામના કારખાનામાં રહેતા મુળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાના મોહનકાટીયાપુરાના કમલ ભુવાનસિંહ અખાડે નામનો યુવક તેના પુત્ર કાર્તિકને તેડીને કારખાનાની બહાર આવેલ દુકાને માવો લેવા માટે જતા હતા ત્યારે શ્યામ હોટલ પાસે આવેલ પાણી ભરેલ ગટર ક્રોસ કરતા હતા ત્યારે ચક્કર આવતા ગટરમા પાણીમા પડી જતા ગટરના પાણીમા ડુબી જતા તેમનુ મોત થયુ હતું બનાવ અંગે મૃતકની પત્ની બસંતીબેન કમલભાઈ અખાડેએ તાલુકા પોલીસ મથકમાં નોધ કરાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW